________________
સૌથી વહાલે આત્મા
નજીક છે. જે માણસ આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુને વહાલી ગણે છે, તેને જે કઈ એમ કહે, કે “તારી વહાલી વસ્તુ નાશ પામશે, તો તે વાત સાચી છે, કારણ કે એવી વસ્તુ ખરેખર નાશ પામે એવી હોય છે. તેથી માણસે આત્માને જ વહાલો માનવો જોઈએ, ને તેની જ ઉપાસના કરવી જોઈએ. જે માણસ આત્માને જ વહાલે માને છે અને તેની જ ઉપાસના કરે છે, તેની વહાલી વસ્તુ કદી નાશ પામતી નથી.”
હકીકતમાં આત્મા જ આપણા રાગનો એક માત્ર વિષય છે. આપણે બીજી વસ્તુઓને ચાહીએ છીએ એની ના નહિ, પરંતુ તે તો તેના તેમની સાથેના સંબંધને કારણે. તમારામાંથી ઘણુંને ખૂબ જ જાણીતી નીચે આપેલી ઉપનિષદ્દની (બૃહદા૨ ૨.૪.૫) કંડિકામાં કહ્યું છે તેમ ખરેખર તો આપણે બીજી વસ્તુઓને ચાહવા દ્વારા આત્માને જ ચાહીએ છીએ?
આપણે પતિની કામના કરીએ છીએ, પરંતુ તે કામના આપણે ખરેખર પતિને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ. આપણે પત્નીની કામના કરીએ છીએ, પરંતુ તે કામના આપણે ખરેખર પત્નીને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ. આપણે દીકરાની કામના કરીએ છીએ, પરંતુ તે કામના આપણે ખરેખર દીકરાને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ. આપણે ધનની કામના કરીએ છીએ, પરંતુ તે કામના આપણે ખરેખર ધનને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ. વગેરે વગેરે.
ઉપનિષદના આ અને આવા ગદ્યપદ્ય ખંડમાં નિરૂપિત આત્માના સ્વભાવ ઉપર ચિંતન કરતા કરતા પ્રાચીન કાળના આપણે કેટલાક ઋષિમુનિઓએ દુઃખ અને કલેશેનો સંપૂર્ણ નાશ કરવા માટે પ્રથમ વ્યાખ્યાનમાં વર્ણવ્યા પ્રમાણેને વિશિષ્ટ માર્ગ અપનાવ્યું. અને તેમણે યાજ્ઞવલયે પિતાની પત્ની મૈત્રેયીને કહેલા શબ્દો દ્વારા ઘેષણા કરી કેઃ
ખરેખર આત્માને જાણવો જોઈએ, તેના વિશે સાંભળવું જોઈએ, તેનો વિચાર કરવો જોઈએ, તેનું ધ્યાન ધરવું જોઈએ; આત્માને જાણવાથી, તેના વિશે સાંભળવાથી, તેનો વિચાર કરવાથી તેનું ધ્યાન ધરવાથી, હે મૈત્રેયી! આ બધાનું જ્ઞાન થાય છે.” (બૃહદા૨ ૨.૪.૫.).
ભગવાન બુદ્ધ એનો સ્વીકાર નથી કરતા એમ નહિ, પરંતુ તેમનો આત્માનો સાક્ષાત્કાર ખુદ ઉપનિષદના અનુયાયીઓ કરતાં તદ્દન જુદો હત– જો કે આત્મસાક્ષાત્કાર જે પ્રજનને સિદ્ધ કરવા માટે છે તે પ્રયોજનની બાબતે કોઈ મતભેદ ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org