________________
२४
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના જેનો અર્થ નિશ્ચિત છે, સ્કુટ છે (વિમર્થ), જ્યારે નેયાર્થ” શબ્દનો અર્થ છે જેનો અર્થ નિશ્ચિત નથી પણ જેના અર્થનો નિશ્ચય હજુ કરવાનો છે અને જે આ હોઈને વિવિધ સંશોને જન્મ આપે છે.પર
સાચા અર્થને પામવાની આ મુશ્કેલી ખડી થતાં સૂત્રગ્રંથેના કર્તાઓને નીતાર્થ સૂત્રો અને નેયાર્થ સૂત્રોનો ભેદ કરવા અમુક ચોક્કસ લક્ષણે નક્કી કરવાની ફરજ પડી. અને તેથી જ તે “આર્યઅક્ષયમતિસૂત્રમાં કહ્યું છે કે જે સૂત્રો મોક્ષમાર્ગે વાળવા (માવતાર) માટે પ્રબોધ્યાં છે તે નેયાર્થ જ્યારે જે સૂત્રો મોક્ષફળે પહોંચાડવા (રવિવાર) માટે પ્રાધ્યાં છે તે નીતાર્થ, અને તેમણે લોકોને આદેશ આપ્યો કે તેમણે નીતાર્થ સૂત્રોને અનુસરવાં જોઈએ અને નહિ કે યાર્થ સૂત્રોને.૧૪
પરન્તુ સ્વાભાવિક રીતે જ આ બે પ્રકારનાં સૂત્રોના વિભાગની બાબતમાં અવ્યવસ્થા અને સંશય પ્રવર્તતાં હતાં. અને જે આપણે ચંદ્રકીતિને પૂછીશું તે તે પિતાની મધ્યમકવૃત્તિમાં કહેશે કે અમુક સૂત્ર પરમાર્થ જણાવે છે કે આભિપ્રાયિક અર્થ જણાવે છે એવા સંશયમાં પડેલા લોકોને માટે તેમ જ પિોતાની મન્દમેધાને કારણે નેયાર્થ સૂત્રને નીતાર્થ માનવાની ભૂલ કરનાર લોકોને માટે આ ગ્રન્થ (નાગાર્જુનની “મૂલમધ્યમકકારિકા”) આચાર્ય લખે છે.
હકીકતમાં શાસ્ત્રોએ જે વાત જુદી રીતે કરી છે તે જ વાત બુદ્ધોએ પિતે કહી છે. તેમણે કહ્યું છે કે તેમના ઉપદેશમાં સધામાથું૫૫ “આભિપ્રાયિક વચનો” છે; તેમનો ઉપદેશ દુર્બોધ છે, કારણ કે સિદ્ધાન્તને વિશદ રીતે સમજાવતી વખતે તથાગત ભિન્ન ભિન્ન અર્થઘટન, લક્ષણાઓ, સમજૂતીઓ અને દષ્ટાન્તો જેવા યુક્તિપૂર્ણ ઉપાયો પ્રયોજે છે." પર. જુઓ મધ્ય૦૦, પૃ. ૪૩, ૫૯–૮; બોધિસત્વભૂમિ, ૧, ૧૭; અભિકો, ૯,
પૃ૦ ૨૪૬-૭. ૫૩. મધ્યવૃ૦માં ઉદ્ધત, પૃ. ૪૩. ૫૪. મધ્યવૃ૦, પૃ. ૪૩; મહા વ્યુ, હું ૭૩ : નીતાર્થસૂત્રપ્રતિસાબેન મવિત ન નેવાર્થ
सूत्रप्रतिसरणेन । ૫૫, સધાભાષિત, સન્ધાભાષા અને સધાવચન આ ત્રણ પર્યાયો છે. જુઓ સદ્ધપુ,
પૃ૦ ૩૪, ૩૦, ૬૦, ૭૦. અર્થ માટે જુઓ ઇહિ કવા, ૪, ૧૯૨૮, પૃ૦ ૨૮થી. ५६. एतादृशी देशना नायकानां . उपायकौशल्यमिदं वरिष्ठम् ।
[ અનુસંધાન પૃ. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org