________________
જ્ઞાનીઓનું ચિંતન
વરતુ ખરેખર નાશ પામે એવી હોય છે. તેથી માણસે આત્માને જ વહાલો માનવો જોઈએ, ને તેની જ ઉપાસના કરવી જોઈએ. જે માણસ આત્માને જ વહાલો માને છે અને તેની જ ઉપાસના કરે છે, તેની વહાલી વસ્તુ કદી નાશ પામતી નથી.” (બૃહદા. ૧.૪.૮.).
અને તેમણે કહ્યું કે જે આત્માને જાણે છે તે દુઃખને જીતે છે. (છાન્દો ૭.૧.૩). આ આત્મા સેતુ છે, પાળ છે કે જેને લઈને લોકો સેળભેળ, છિન્નભિન નથી થતા. એ પાળને રાત્રિ અને દિવસ ઓળંગતા નથી. એને ઘડપણું આવતું નથી. એનું મરણ નથી. એને શક નથી. પુણ્ય કે પાપ એને સ્પર્શતા નથી. બધાં પાપ એને સ્પર્ધા વિના જ પાછા વળે છે; કારણ કે બ્રહ્મલોક પાપરહિત છે. (છાન્દો૦ ૮.૪.૧).
તેઓ આત્માને બધાને વશ કરનાર, બધાને ઈશ અને બધાનો અધિપતિ ગણતા. તેઓ માનતા કે જગત તેમાંથી ઉત્પન્ન થયું છે, તે જગતનો ધારક છે અને તેમાં જ પ્રલયકાળે આ જગત લય પામે છે.
આત્મા વિશેની યાજ્ઞિક અને વેદાન્તીઓની માન્યતાઓનો ભેદ પણ અહીં નોંધીએ. યાજ્ઞિકો માત્ર એટલું જ માને છે કે આત્મા શરીરથી ભિન્ન છે, જ્યારે વેદાન્તીઓ આ મુદ્દા પર તેમની સાથે સહમત હોવા છતાં ઉપર જણાવેલાં તેનાં બીજાં લક્ષણો પણ સ્વીકારે છે.
આ વિચારણાના દોરને અનુસરતા આ આચાર્યો અર્થાત્ વેદાન્તીઓ સ્વાભાવિક રીતે એવા વિચારે પહોંચ્યા કે જ્ઞાન અને કામક્ષય દ્વારા જ મુક્ત થઈ શકાય. અને તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું, “વિદ્યાથી જ અમર થવાય છે.” કામનાં પરિણામો વિશે તેઓ આપણને જણાવે છે કે, “માણસ કામના
ઓને બનેલો છે. જેવી તેની વાસના હોય છે, તે તે નિશ્ચય કરે છે; જેવો નિશ્ચય કરે છે, તેવું કાર્ય કરે છે; જેવું કાર્ય કરે છે, તેવું ફળ પામે છે.” (બૃહદાવ ૪.૪). વળી બીજે કલેક જણાવે છે કે, “માણસનું મન જેમાં ચાટેલું હોય, તેને મેળવવા તે કર્મ કરે છે. આ જગતમાં તે જે કાંઈ કર્મો કરે છે, તેનું ફળ પરલોકમાં તે ભોગવે છે. તે ભેળવી રહ્યા પછી તે પરલકમાંથી આ લોકમાં ફરી કર્મ કરવા માટે આવે છે. આટલી વાત કામનાથી ઘેરાયેલા માણસની કરી. હવે જે માણસને કામના નથી હોતી તેને વિશે. જેને કામના નથી તે કામનાથી મુક્ત છે, તેની કામનાઓ બધી સંતોષાઈ ૪. સર્વસ્ત્ર થી સાનઃ સર્વાધિપતિઃ | બૃહદા. ૪.૪.૨૨ ૫. વિદ્યથા વિતેડકૃતમ્ | કેનોપ૦ ૨.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org