________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના છીએ. એથી વિશેષ તો તેઓ વેદાન્તીઓ તરીકે જાણીતા છે. તેમની શ્રદ્ધા વૈદિક ક્રિયાકલાપમાંથી ઊઠી ગઈ. યોને તેઓએ જેનાથી ભાગ્યે જ સંસારસાગર તરી શકાય તેવા નબળા તરાપારૂપ ગણ્યા (ન્ટવા તે ૩ઢા ચશપ). તેમણે કહ્યું, “જે કમને શ્રેય ગણે છે તે મૂઢ છે, તેઓ વારંવાર ઘડપણ અને મરણ પામે છે. અવિદ્યાથી ઘેરાયેલા મૂઢ પુરુષ અને પંડિતાઈના અભિમાનથી ફુલાઈ ગયેલા બુદ્ધિમાન પુરુષો આંધળા વડે દોરાયેલા આંધળાની જેમ લથડિયાં ખાતા અહીંથી તહીં ભટકતા રહે છે. - તેમણે વિચાર્યું કે ક્રિયાકાંડ અને યોથી અવિનાશી એવું કંઈ પામી શકાતું નથી. અને તેમણે જણાવ્યું કે કર્મ કરીને અહી પૃથ્વી પર આપણે જે કંઈ પામીએ છીએ તે જેમ નાશ પામે છે તેમ યજ્ઞો અને પુણ્યકર્મો દ્વારા પરલોકમાં જે પામીએ છીએ તે પણ નાશ પામે છે.
એ તો સ્વાભાવિક જ છે કે તેમને કંઈક અવિનાશી અને સ્થિર જોઈતું હતું જેના ઉપર તેઓ હંમેશાં શાન્તિથી વિશ્રાત થાય. પણ તે અવિનાશી ચીજ શી હતી અને ક્યાં હતી? તેમને લાગ્યું કે તે એવું કંઈક છે જે પિતાની અંદર છે, બહાર નથી. તે ઉત્પન્ન થઈ નથી કે મેળવાયેલ નથી, પરંતુ હમેશ અસ્તિત્વ ધરાવે છે, અને એટલે જ તો તેને માત્ર પ્રત્યક્ષ કરવાની જ રહે છે. અને તે આત્મા સિવાય બીજી કોઈ ચીજ નથી.
પાણીમાં ઓગળી ગયેલા મીઠાની જેમ જે વિશ્વમાં વ્યાપેલ છે, જે પૃથ્વીને અન્તર્યામી હોઈ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી, જેનું શરીર પૃથ્વી છે, જે પૃથ્વીમાં રહેલા ચાલક છે, અને જે આમ અન્તર્યામી નિયન્તા અવિનાશી વિરાટ આત્મા છે તેનાથી જીવાતમાં અભિન્ન છે.
. અને તેમણે વારંવાર ભારપૂર્વક કહ્યું છે, “એક આત્માને જ જાણે અને બીજી વાત છે. તે જ અમૃતનો સેતુ છે.
તેમના સઘળા ચિન્તનનું કેન્દ્ર આત્મા હતો. “જે આત્મા છે તે દીકરા કરતાં વહાલો છે; ધન કરતાં વહાલો છે; બીજી બધી વસ્તુઓ કરતાં વહાલે છે; તે બીજી વસ્તુ કરતાં આપણું વધારે નજીક છે. જે માણસ આત્મા સિવાયની બીજી કોઈ વસ્તુને વહાલી ગણે છે, તેને જે કોઈ એમ કહે કે, તારી વહાલી વસ્તુ નાશ પામશે, તે તે વાત સાચી છે, કારણ કે એવી ૧. મુંડકેપ. ૧.૨ ૭-૮ ૨. છાન્દો ૦ ૮.૧૬ ક, તમે મામાનું ગાનથ, ૩ વાવો વિશ્વથ, અમૃતધૈષ સેતુ | મુંડકો પ૦ ૨.૨.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org