________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના
આપણુ સમક્ષની આ સમસ્યાની તરફેણ અને વિરુદ્ધમાં પાર વિનાનું કહેવાયું અને લખાયું હોઈ અને અહીં તેની વિગતે ચર્ચા કરવાનો પ્રસંગ ન હોઈ અનાત્મવાદીઓએ તેમની સામે ઉપર જણાવ્યા પ્રમાણેને વાંધાઓના જવાબમાં જે બે મુખ્ય દલીલ આપી છે તે જ મારે કહેવી જોઈએ.
પ્રથમ દલીલ કાર્યકારણભાવ પ્રતિનિયમને અનુલક્ષી છે. જે કાર્યકારણભાવના નિયમને સંતોષકારક રીતે દર્શાવી શકાય તે આત્માને વચ્ચે લાવવાના પ્રશ્નને કઈ અવકાશ ન રહે, કારણ કે તો પછી તેને સાવ કંઈ જ કરવાનું ન રહે.
બૌદ્ધધર્મદર્શનમાં પ્રતીત્યસમુત્પાદનો પ્રસિદ્ધ નિયમ છે. તે નિયમ દર્શાવે છે કે વસ્તુની ઉત્પત્તિ કેવળ તેના મુખ્ય અને સહકારી કારણે ઉપર આધાર રાખે છે. એને સ્પષ્ટ કરવા એક દષ્ટાન્ડ આપું. જે સારુ બીજ હોય અને અનુકૂળ કારણો હોય તો બીજમાંથી અચૂક અંકુર ફૂટે છે અને અંકુરમાંથી પત્ર, પત્રમાંથી ગાંઠ અને ગાંઠમાંથી ડાંખળી એમ આ કમ ફળ સુધી ચાલે છે. અને એ તો સ્પષ્ટ જ છે કે અહીં આત્મા વચ્ચે આવતે જ નથી, કારણ કે એને માટે કરવાનું અહીં કંઈ જ નથી. જે બીજ ન હોય અને જમીન, પાણી, તાપ, હવા, અવકાશ, ઋતુ જેવાં બીજાં સહકારી કારણો ન હોય તો અંકુર, પત્ર વગેરે કંઈ જ થાય નહિ. હવે જ્યારે બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે ત્યારે નથી તો બીજ એમ વિચારતું કે હું અંકુરને ઉત્પન કરું છું કે નથી તો અંકુર એમ વિચારતું કે હું બીજમાંથી ઉત્પન્ન થાઉં છું. એ જ રીતે જેનો નિર્દેશ ઉપર કર્યો છે તે જમીન અને બીજા સહકારી કારણે પણ એમ વિચારતાં નથી કે અમે અંકુરની ઉત્પત્તિમાં પોતપેતાને અનુરૂપ કાર્યો કર્યા છે અને અંકુર પણ એમ વિચારતું નથી કે મને આ સહકારી કારણોએ ઉત્પન કર્યું છે.*
વળી અંકુર નથી સ્વયંકૃત, નથી પરકૃત, નથી સ્વ-પરકૃત, નથી ઈશ્વરકૃત, નથી પ્રકૃતિકૃત, નથી કાલપરિણામ, નથી એકકારણાધીન કે નથી અહેતુક. ૪૬, પ્રતીત્યસમુત્પાદ એ જ ઈદમ્બયતા અને ધર્મસંકેત છે. જુઓ નેધ પ૧, પર. ४७. न च प्रत्ययसामग्र्या जनयामीति चेतना । न चापि जनितस्यापि जनितोऽस्मीति चेतना ।।
આધિ, ૬.૨૬ મહાયાન ગ્રંથોમાં ઉદ્ધત શાલિમ્બસૂત્રને આધારે આ લેક લખાયેલ છે એ સ્પષ્ટ છે બોધિ૦૫૦, પૃ. ૪૮૧, પ૭૭; શિક્ષા સમુહ, પૃ. ૨૨૦, ૨૨૫, મધ્યવૃ૦, પૃ૦ ૫૬ ૨, ૫૬ ૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org