SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના આ આફત ઊભી થવાની શક્યતા નથી; અને આ જ જ્ઞાન છે એવો નિશ્ચય કરવો અસંભવ છે, કારણ કે આ મુદ્દા પર દર્શનકારમાં મતભેદ છે; શુભ કે અશુભ કર્મનું કંઈ ફળ નથી; જગતની ઉત્પત્તિ કાળમાંથી કે સ્વભાવમાંથી કે પ્રકૃતિમાંથી છે; વગેરે વગેરે. એટલા બધા આ મત છે કે તે બધાને ગણવવા અશક્ય છે. આ સિદ્ધાંતોને માનનારાઓએ તેમને માનવા માટેનાં કારણે આપેલાં છે જેમાં આપણે અહીં પૂરેપૂરા ઊતરી શકીએ નહિ. ઉપરાંત, ગાયની માફક ભેજન લેવું, નિરાહારી રહેવું, માત્ર ઝાડનાં પાન ખાઈને કે માત્ર શેવાળ ખાઈને કે માત્ર જળ લઈને રહેવું, પાણીમાં રહેવું, વગેરે તપસ્યાઓ અને દેહદમનના વિવિધ પ્રકારનું આચરણ કરતા ભિન્ન ભિન ધાર્મિક માન્યતાઓ ધરાવતા તપસ્વીઓ પણ હતા. આ બધી તપસ્યાઓ તેઓ નિઃશંકપણે ઈન્દ્રિયજયના પ્રયોજનથી કરતા. આ દર્શનકાર અને તપસ્વીઓ, શ્રમણો અને બ્રાહ્મણે પોતાના વિશાળ અનુયાયી સમુદાય સાથે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જઈ ધાર્મિક અને દાર્શનિક બાબતેની ચર્ચાઓ એવી રીતે કરતા કે પ્રસ્થાપિત બ્રાહ્મણ વિચારધારાના યુગ પછીનો આ યુગ ભારતીય વાદવિદ્યાને યુગ બની ગયો હતો. આ કાળે જ્યારે દેશ આવી દાર્શનિક અને ધાર્મિક વિચારધારાઓ અને ચર્ચાઓથી ધમધમતો હતો ત્યારે જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર– જેમની વાત અહીં પ્રસ્તુત નથી–સાથે ગૌતમ બુદ્ધ દશ્યમાં દાખલ થયા. બુદ્ધના વ્યક્તિત્વમાં આપણું ધ્યાન ખેંચે એવી જે એક વસ્તુ છે તે છે તેમનું નખશિખ બુદ્ધિવાદીપણું. અને મને લાગે છે કે આ વસ્તુ તે જે પરિસ્થિતિમાં જન્મ્યા તેને મહદંશે આભારી છે. અમુક વાત પરંપરાથી ચાલી આવે છે માટે સાચી છે એમ કહેવું એમને ગમતું નહિ. તેઓ હંમેશાં પિતાની માન્યતાઓને બુદ્ધિના મજબૂત પાયા ઉપર જ માંડતા. કહેવાય છે કે તેમણે એક વાર કાલામોને જણાવ્યું હતું કે, “હે કાલામ! આ તમને હ્યું, પરંતુ તમે તેને સ્વીકાર તે કેવળ અનુશ્રુત છે માટે ન કરશે, કેવળ પરંપરાગત છે માટે ન કરશો, કેવળ ભૂતકાળમાં આવી જ વાત કહેવાઈ છે માટે ન કરશો, કેવળ તમારા ધર્મગ્રંથ પિકને અનુકૂળ છે માટે ન કરશે, કેવળ તકને માટે ન કરશે, કેવળ નયને માટે ન કરશે, કેવળ વિતર્કને ૭. નિરાહારી મનુષ્યના વિધ્યો તો તેનાથી પાછા વળે છે, પરંતુ વિષયો માટેનો તેને રસ (કામ) દૂર થતો નથી એમ કહીને ગીતાકારે તો આવા પ્રયત્નની સાવ નિર્થકતા દર્શાવી છે. ભગવદ્ગીત : ૨.૫૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001531
Book TitleBuddha Dharma Darsanani Payani Vibhavana
Original Sutra AuthorVidhushekhar Bhattacharya
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy