________________
૬૨
બૌદ્ધધ દર્શનની પાયાની વિભાવના
કાળે છે. વિજ્ઞાનની અન્તિમ ક્ષણે તે નથી તેા એને એ જ, કે નથી તા અન્ય,’૧૫
તે જ ગ્રન્થમાંથી ( ૨.૨.૬, પૃ૦ ૪૬ ) બીજો કેટલાક ભાગ મને આપવા દે : મહારાજાએ પૂછ્યું, ‘હું નાગસેન, પુનઃ જન્મે છે કેાણુ ?'
"
નામ અને રૂપ પુનઃ જન્મે છે.’
‘શું આ નામ અને રૂપ પુનઃ જન્મે છે ?'
‘ના; પરંતુ આ નામ-રૂપ દ્વારા સુકર્મ અને કુકમ થાય છે અને આ કર્મ દ્વારા ખીજું નામ-રૂપ નવા જન્મમાં ઉત્ત્પન્ન થાય છે.'
*
• હે ભદ્દન્ત ! જો એમ હોય તો શું મનુષ્ય દુષ્કર્મોમાંથી મુક્ત ન થાય ? ’
6
થાય, જો તે પુનઃ જન્મે નહિ તેા. પરંતુ હું મહારાજ, તે પુનઃ જન્મતા હાવાને કારણે જ દુષ્કર્મોમાંથી મુક્ત થતા નથી.’
મને એક દૃષ્ટાંત આપેા.’
• હું મહારાજ, ધારા કે એક માણસ એક કન્યા સાથે લગ્ન કરે છે, તેને લગ્નભેટ (સુક, શુલ્ક) આપે છે અને પછી જતા રહે છે. વખત જતાં તે પૂરેપૂરી ઉંમરલાયક થાય છે; અને ત્યારે બીજો માણસ આવે છે, તેની સાથે લગ્ન કરે છે અને તેને લગ્નભેટ આપે છે. જ્યારે પેલા માણસ પાછા આવે છે ત્યારે તે બીજા માણસને કહે છે, ‘અરે એય, તું મારી પત્નીને કેમ ઉઠાવી ગયા છે ? ' બીજે જવાબ આપે છે, ‘ હું જેને ઉઠાવી ગયા છું તે તારી પત્ની નથી. તે' જેની સાથે લગ્ન કર્યાં હતાં અને જેને લગ્નભેટ આપી હતી તે તા નાની છેકરી હતી, સાવ ખળક હતી, જ્યારે મે' જેની સાથે લગ્ન કર્યા છે અને જેને લગ્નભેટ આપી છે તે તે પૂરેપૂરી ઉંમરલાયક સ્ત્રી છે; અને જુદી વ્યક્તિઓ છે.” હવે આ રીતે ઝઘડતા તે બન્ને, હે મહારાજ ! જો તમારી પાસે એ બાબતને ન્યાય કરાવવા આવે તે તમે કેાની તરફેણમાં નિણૅય કરો ? ’
• પ્રથમ માણસની તરફેણમાં. ‘પણ શા માટે ?’
५ एवमेव खो महाराज धम्मसन्तति सन्दहति अञ्ञो उपजति अञ्ञो निरुज्झति, अपु अरिमं विय संदहति, तेन न च सो न अञो पच्छिमविज्ञाणसंगहं गच्छति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org