________________
દુઃખનું મૂળ અવિદ્યા
- ૩૭
રામાયણ” અને “મહાભારત” એ બે આપણા દેશના અંપિક (વીરચરિત મહાકાવ્યો) છે. તે બને ય આદિથી અન્ત સુધી કામમાંથી જન્મતાં ખરાબ પરિણામોને સ્પષ્ટ રીતે દર્શાવે છે. કાલિદાસે હૃદયસ્પર્શી રીતે પોતાના “કુમારસંભવ” મહાકાવ્યમાં વર્ણવ્યું છે કે જ્યાં સુધી મદન કે કામને ભસ્મ નથી કરવામાં આવ્યો ત્યાં સુધી પાર્વતી પરમ કલ્યાણ અને પરમ શાન્તિની મૂર્તિરૂપ શિવ સાથેના મિલનનો આનંદ માણી શકતી નથી. “અભિજ્ઞાન-શાકુન્તલ'માં
જ્યારે દુષ્યન્ત અને શકુન્તલા કામની અદમ્ય વૃત્તિથી પ્રેરાઈ એકબીજા પ્રત્યે આકર્ષાય છે ત્યારનું તેમનું પ્રથમ મિલન સુખદ ન હતું. તેમનું ખરું મિલન તો નાટકના છેલ્લા અંકમાં થાય છે, જ્યારે બેયનું હૃદય એકબીજા તરફના કામથી મુક્ત હતું અને શુદ્ધ પ્રેમસભર હતું. વધુ દષ્ટાંતો આપવાની જરૂર નથી.
પુરોગામીઓનાં પગલાંને અનુસરતા બુદ્ધ એક બીજી વસ્તુ તરફ પણ પિતાનું ધ્યાન આપ્યું. કામ એ દુઃખનું મૂળ છે એ તો નિઃશંક વાત છે. પરંતુ છેષ અને સ્વાર્થને પણ દુઃખનાં બીજાં કારણો તરીકે વારંવાર ગણાવાયાં છે. છતાં પણ તેઓ, કહોને કે કામના જ સહયોગીઓ છે, અને તેમાંથી જ ઉદ્દભવે છે. પરંતુ અવિદ્યાને પણ દુઃખનું એક કારણ ગયું છે. કામ અવિદ્યામાંથી જન્મતે હોઈ અવિદ્યા જ દુઃખનું મૂળ કારણ છે. ભગવાને નીચેના શબ્દો એક વાર કહ્યા હોવાનું કહેવાય છે.
“હે ભિક્ષુઓ ! જેમ એક શંકુ આકારના છાપરાવાળી ઝૂંપડીના છાપરાની બધી સાંઠીઓ કે વળીઓ છાપરાની ટોચ તરફ જાય છે, ટોચને અવલંબે છે અને ટોચે ભેગી થાય છે તેવી જ રીતે આપણી બધી અકુશલ અવસ્થાઓ(ધર્મો)નું મૂળ અવિદ્યા છે, અવિદ્યામાંથી જ તે બધી નીકળે છે અને અવિદ્યામાં જ તે બધી એક સાથે જડાયેલી છે.૨૨
અને વળી,
ઐહિક કે પારલૌકિક જે કંઈ અકુશલ છે તે બધાંનું મૂળ અવિદ્યામાં છે અને અવિદ્યા પોતે ઈચ્છા અને તૃષ્ણ (લાભ) દ્વારા તે અકુશલેને જન્મ આપે છે. ૨૩ અનુસંધાન પૃ૦ ૩૬ થી ]
तद्वत् कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी । विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः ।
નિર્મનો નિરહરઃ સ રાત્તિમવિરાછતિ ૨.૭૦-૭૧ ૨૨. સંનિ , ૨૦.૧.
૨૩. ઈતિવૃત્તક ($ ૪૦), પૃ. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org