SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધનું ઉપાયકૌશલ્ય બધા દરદીઓ માટે નથી કે એક જ દરદીને માટે બધી દવાઓ નથી. જેમ જે એકને માટે એષધ છે તે બીજાને માટે અવશ્યપણે ઓષધ નથી, તેમ એકને માટે અપાયેલ બુદ્ધનો ઉપદેશ બીજાને માટે અવશ્યપણે ઉપદેશ નથી, તેમ છતાં બધા ઉપદેશો દ્વારા જે ધર્મ આપ્યો છે, જે સત્ય આપ્યું છે તે તો એક જ છે.૪૦ આ વિવેકની પાછળ જે સિદ્ધાન્ત રહેલો છે તેને બુદ્ધનું “ઉપાયકેશલ્ય કહેવામાં આવે છે. આ “ઉપાયકૌશલ્યને આધારે તેમના ઉપદેશના બધા જ વિસંવાદે સમજાવી દૂર કરી શકાય છે. તેથી જે કે ઉપર જણાવ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન યાને છે છતાં હકીકતમાં તો એકથી વધુ યાન નથી. ભગવાને પોતે જ એમ કહ્યું હોવાનું કહેવાય છે કે તે તો પોતાનું ઉપાયકૌશલ્ય છે. કે જેને લઈને ત્રણ યાને (શ્રાવક્યાન, પ્રત્યેકબુદ્ધયાન અને બુદ્ધયાનનો નિર્દેશ છે) આવિર્ભાવ પામ્યાં, પણ ખરેખર તો નાયકેનું (બુદ્ધીનું) એક જ યાન હતું, એક જ નય હતો અને એક જ દેશના હતી. બધા જ પુરુષ મોએ દષ્ટાન્તકોથી, કારણથી, હેતુઓથી અને ઉપાયકૌશલ્યથી બહુ વિશુદ્ધ ધર્મો પ્રકાશ્યા છે. પરંતુ બધાએ એક જ યાનને વ્યક્ત કર્યું છે, એક જ યાનની દેશના અનુસંધાન પૃ. ૧૮થી ] तथाहं सत्त्वसन्तानं क्लेशदोषैर्विदूषितम् । इन्द्रियाणां बलं ज्ञात्वा नयं देशेभि प्राणिनाम् ॥११६।। न क्लेशेन्द्रियभेदेन शासन भिद्यते मम । एकमेव भवेद् यानं मार्गमष्टङ्गिक शिवम् ॥११७।। ૩૯. લંકા૦, પૃ. ૪૮-૪૯ : देशनापि यथा चित्रा देश्यते व्यभिचारिणी । देशना हि यदन्यस्य तदन्यस्याप्यदेशना ॥१२२।। आतुरे आतुरे यद्वद् भिषग्द्रव्यं प्रयच्छति ।।१२३॥ સુભાષિત સંગ્રહ, પૃ. ૨૦ (૯૭) आतुर्यातुरि भैषज्यं यद्वद् भिषक् प्रयच्छति । चित्तमात्रं तथा बुद्धाः सत्त्वानां देशयन्ति वै ॥ ૪૦. બેધિચત્તવિવરણ( તિબેટી, ૯૭-૯૮)માંથી સર્વદર્શનસંગ્રહ (બોમ્બે સંસ્કૃત સિરીઝ)માં પૃ. ૪૫ ઉપર ઉદ્ધત : देशना लोकनाथानां सत्त्वाशयवशानुगाः । भिद्यते बहुधा लोक उपायैर्बहुभिः पुनः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001531
Book TitleBuddha Dharma Darsanani Payani Vibhavana
Original Sutra AuthorVidhushekhar Bhattacharya
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy