Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 67
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના અર્થ છે “જે બાધા પામે છે તે” ( = ઘા ) અને “બાપા પામવું ”માં પરિવર્તનનો અર્થ ગર્ભિત છે. આથી જે ટાઢ, તાપ વગેરે કારણોને લીધે પરિવર્તન પામે છે તે રૂપ છે. બીજાઓને મતે જે પ્રતિઘાત પામે છે તે રૂપ કહેવાય છે.• આથી નામ અને રૂપ એ બે શબ્દોનો અંગ્રેજીમાં અનુવાદ “mind અને “matter” થઈ શકે. “mind ને બદલે “spirit” શબ્દ પણ વાપરી શકાય. આમ કહેવાતા જીવ એ આ બે—નામ અને રૂપ–સિવાય, બીજા શબ્દોમાં, પાંચ રકો સિવાય બીજું કંઈ નથી. - અંકુર વગેરેની જેમ આ સ્કન્ધોને પણ પિતાનાં મુખ્ય અને સહકારી કારણો હોવાં જ જોઈએ, તેમના વિના તેમનું અસ્તિત્વ કોઈ પણ રીતે શક્ય નથી. ટૂંકમાં, તેમનું મુખ્ય કારણ અવિદ્યા છે; અવિદ્યામાંથી મન, વચન, કાયાનાં સારાં અને માઠાં કર્મો કે બીજા કહે છે તેમ આસક્તિ, દ્વેષ અને મિોહ (સંસ્કારે) ઉદ્દભવે છે; તેમનામાંથી વિજ્ઞાન જન્મે છે અને તેમાંથી કમે મૃત્યુ સુધી દ્વાદશાંગ નિદાનમાં છે તે પ્રમાણે વેદના, શોક, દુઃખ, ઉદ્વેગ અને નિરાશા જન્મે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને વિજ્ઞાન–આ છ ત સહકારી કારણો છે. દરેકને પિતાનું વિશિષ્ટ કાર્ય છે, જેમ કે શરીરનું કાઠિન્ય પૃથ્વી તત્ત્વને લઈને જ છે. જળતત્વનું કાર્ય શરીરને બરાબર બાંધવાનું અનુસંધાન પૃ. ૫૭થી ] Hewavitarane Bequest, ૧૯૨૦, પૃ. ૩૯૪ : નમનgi નામું સંપૂયોરારસં; પૃ૦ ૪૧૯ : મારમેળામમુર્વ નમનતો | પરંતુ જુઓ મધ્યવૃ૦, પૃ. ૫૩૪ : તત્ર - क्लेशाविद्धं तस्मिन् तस्मिन्नुपपत्त्यायतने नामयतीति नाम, संज्ञावशेन वार्थेषु नामयतीति । આનો અર્થ છે : “જે કમ અને કલેશથી ફંગોળાયેલ હોઈને પોતાની જાતને જુદા જુદા જન્મનાં સ્થળોએ વાળે છે તે નામ. અથવા, પ્રત્યક્ષ દ્વારા જે પિતાની જાતને વિષયો તરફ વાળે છે તે નામ.” ૫૦. સંનિ . ૩, પૃ. ૮૬; અભિ કે ૦, ૧, પૃ. ૨૪. અહીં નોંધ કરીએ. બે ધાતુઓ છેઃ ૧) V * (૧૦ ગણ), પથતિ. આના ઉપરથી જે શબ્દ બને છે તેનો અર્થ ‘આકાર, ઘાટ, રંગ, સુંદરતા’ થાય છે. (૨) N[ (થો ગણ), ત, સખત દદ થવું, દુઃખ થવું.” આ ધાતુ વૈદિક અને પાલિ સાહિત્યમાં વપરાયો છે. ગતિનું પાલિમાં છપ્પત થાય છે. એને સંબંધ – સુન્ ધાતુ સાથે છે. આ V[ ઉપરથી રોષ (“હેરાન-પરેશાન કરતું, દુઃખ કરતું'), રોપા (“શારીરિક દુ:ખજનક') બને છે. રૂપ અને અર્થની બાબતમાં આ બે ધાતુઓમાં ગેટાળો થયો છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82