Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના (નામનિ રૂપ, ઈત્યાદિ), જેમ ફૂલમાં સુગન્ધ છે તેમ કે સ્કમાં આત્મા નથી (બારમા , ઇત્યાદિ), જેમ પેટીમાં રત્ન છે તેમ. ૨૮ જેને બીજાં દર્શનો સ્વીકારે છે તે નિત્ય આત્માના અસ્તિત્વનો બુદ્ધ આ રીતે અને બીજી અનેક રીતે, જે એટલી બધી છે કે તે બધી ઉલ્લેખ થઈ ન શકે, ધરમૂળથી નિષેધ કર્યો અને એમ કરીને કામના પાયાને જ તોડી પાડ્યો. અહીં ઉપર ઉદ્દધત કરેલ સુત્તના વલણ અંગે એ વાતની નોંધ લેવાની છે કે એ વલણ આત્મદષ્ટિમાંથી ઉદ્દભવતા કામ કે રાગના ક્ષય દ્વારા મેક્ષે લઈ જવાની વાત કરે છે. આત્મદષ્ટિમાંથી કામ કેવી રીતે જન્મે છે તે બહુ વિશદ રીતે કેટલાક ગદ્યખંડેમાં જણાવાયું છે. એને સાર હવે હું તમને આપું છું. જે માણસ માને કે ખરેખર આત્મા છે, તો તેને અહંકાર દૂર ન થાય અને પરિણામે તેના દુઃખને ક્ષય ન થાય, કારણ કે કારણ હોતાં કાર્ય અવશ્ય થાય છે. જ્યારે માણસ આત્મા છે એવું માને છે ત્યારે તે પિોતાના શરીરને આત્માની સાથે અભેદ કરે છે અને તેમાંથી તેના પ્રત્યેને શાશ્વત ને જાગે છે. આ સ્નેહ સુખ માટેની તૃષ્ણને, કામને જન્મ દે છે. અને આ તૃષ્ણા માણસને તે જેનો ઉપભોગ કરવા ઇચ્છે છે એ વિષયોના દેશેનું જ્ઞાન થવા દેતી નથી. પરિણામે માણસ તે વિષયોમાં ગુણો કલ્પ છે, “તે મારા છે” એવું વિચારતાં તેને આનંદ થાય છે અને તેમને પ્રાપ્ત કરવાનાં સાધનો પ્રયોજે છે. વળી, જ્યારે આત્મદષ્ટિ હોય છે ત્યારે આત્માથી અન્ય એવી પર વસ્તુની દૃષ્ટિ (Fરટિ) પણ જાગે છે અને આ સ્વ-પરના વિભાગને કારણે રાગ અને દ્વેષની લાગણીઓ જન્મે છે. અને રાગ અને ૨૮. સંનિ. ૩.૩ (અદ્રકથા સહિત) : પમ્ અત્તતો સમનુસ્મત્તિ, વન્ત વા મત્તાનં, अत्तनि वा रूपं, रूपस्मि वा अत्तानं, अहं रूपं मम रूपम् । સુભા સં૦, પૃ. ૨૧ : रूपं नात्मा रूपवान् नैव चात्मा । रूपे नात्मा रूपमात्मन्यसच्च ॥ જુઓ નાગાર્જુનને સુહેલ્લેખ, જર્નલ એવું પાલિ ટેકસ્ટ સોસાયટી, ૧૮૮૬, પૃ. ૧૫ (શ્લેક ૪૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82