Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
અનાત્મવાથી થતા લાભ
પૂર્વ
ચીજોથી, વિષયેાથી આકર્ષાતા નથી તે જ શૂન્યતાને સમજે છે. આથી જે શૂન્યતામાં માને છે તેને કશામાં રાગ નથી કે વિરાગ નથી, જેમાં રાગ થાય છે તે શૂન્ય જ છે એમ તે જાણે છે, સમજે છે. જગતની કોઈ પણ વસ્તુમાં જેને રાગ કે વિરાગ થાય છે તે શૂન્યતાને સમજતા નથી. કાઈકની સાથે જે ઝઘડા કરે છે કે વિવાદ કરે છે તે શૂન્યતાને જાણતા નથી, સમજતા નથી.’૪૧
અનાત્મસિદ્ધાન્તથી આપણને શે લાભ થાય છે તે નાગાર્જુને આ રીતે સમજાવ્યું છે : 'જો આત્મા જ ન હાય તેા આત્મભાવ ન હેાય અને જો આત્મભાવ ન હેાય તેા આત્મીયભાવ પણ ન હોય (જેમ, જયારે રથ પાતે જ બળીને ભસ્મ થઈ ગયા હૈાય છે ત્યારે તેનાં અગેા પણ અવશ્ય બળી જ ગયા હોય છે અને આપણે તેમને કાઈ પણ રીતે શેાધી શકતા નથી).૪૩ જ્યારે આપણા આત્મભાવ અને આત્મીયભાવ શમી જાય છે ત્યારે આપણે નિમ અને નિરહકાર બની જઈએ છીએ. ખાદ્ય અને આન્તર અને રીતે અહંભાવ અને મમભાવના ક્ષય થતાં બધાં ઉપાદાનાને-કામ, દૃષ્ટિ, શીલવ્રતગત શ્રદ્ધા ( ત્રિતવામી ) અને આત્મવાદને—પણ ક્ષય થાય છે. અને ઉપાદાનાના નિરોધ થતાં જન્મના નિરોધ થાય છે. આમ કર્યાં અને ક્લેશેાને નિરાધ થતાં મેાક્ષ પ્રાપ્ત થાય છે.
આત્માત્મીયભાવને ઉપશમ મેાક્ષ ભણી લઈ જાય છે તે ઔદ્ધ દૃષ્ટિબિંદુ આપણે સમજ્યા. અહીં આપણને ભગવદ્ગીતાના ( ૨.૭૧ ) શબ્દો યાદ આવે છે જે મનુષ્ય બધી કામનાઓને ત્યજી દે છે, અને નિઃસ્પૃહ, નિમ અને નિરહકાર બનીને વિચરે છે તે શાન્તિ પામે છે.’૪૪
:
ભારતનું સઘળું ધાર્મિક સાહિત્ય આ વિચારથી ઓતપ્રોત છે, અને તેથી તેના વિસ્તાર કરવા નકામા છે. છતાં, મને નરહિરના ‘ બેાધસાર ’
૪૧. Bendall અને Rouseને અંગ્રેજી અનુવાદ જુએ.
૪૨. મધ્યકા૦ ૧૮.૨-૫:
आत्मन्यसति चात्मीयं कुत एव भविष्यति । निर्ममो निरहङ्कारः शमादात्मात्मनीनयोः ॥ ममेत्यहमिति क्षीणे बहिर्धाऽध्यात्ममेव च । निरुध्यत उपादानं तत्क्षयाज्जन्मनः क्षयः ॥ कर्मक्लेशयान्मोक्षः ।
૪૩, ચન્દ્રકીતિ સમજાવે છે તે પ્રમાણે.
४४. विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org