Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 63
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના (જ્ઞાનગંગતરંગિણી નામને વિભાગ, ૧૪)માંથી નીચેનો શ્લેક ઉદ્ધત કરવા દો: अहंताममतात्यागः कर्तुं यदि न शक्यते । अहंताममताभावः सर्वत्रैव विधीयताम् ॥ અહંતા અને મમતાનો ત્યાગ કરવો જોઈએ. જો તમે તે ન કરી શકતા હો તો અહંતા અને મમતાને ભાવ સર્વત્ર બધી વસ્તુઓમાં કેળો .”૪૫ આમ આપણે જોયું કે કાપશમના સમાન ધ્યેયની સિદ્ધિ માટે ઉપનિષદના અનુયાયીઓ નિત્ય અને આનંદમય આત્માના સાક્ષાત્કાર ઉપર ભાર મૂકે છે, જ્યારે બુદ્ધ પોતાના અનાત્મવાદ દ્વારા એના અસ્તિત્વને ધરમૂળથી નિષેધ કરે છે. આ અનાત્મવાદ સ્વીકૃત અર્થમાં આત્માનો નિષેધ કરે છે, વળી માને છે કે બધું અનિત્ય છે અને તેથી દુઃખનું કારણ છે, અને મકકમતાથી જણાવે છે કે જે દુઃખકર હોય તે આત્મા ન હોય. આપણે એ પણ જોયું કે બુદ્ધ અને બુદ્ધના અનુયાયીઓ સીધી કે આડકતરી રીતે કામને જ કેન્દ્રમાં રાખીને બધી વાત કરે છે. નિત્ય આત્માના અસ્તિત્વનો જ નિષેધ કરી બુદ્ધ ખરેખર એક હિંમતભય અને વિચિત્ર પગલું ભર્યું. અને મને ખાત્રી છે કે જેમ રાજા મિલિન્દ ભદન્ત નાગસેન સાથેના પોતાના સંવાદમાં આ બાબતે પ્રશ્નો પૂછયા હતા તેમ તમારામાંના ઘણું પૂછશે. રાજાએ ભદન્તને પૂછયું : હે ભદન્ત નાગસેન! જે નિત્ય આત્મા નથી તો કૃપા કરી કહો કે સંઘના સભ્યોને ચીવર, અન્ન, આગાર અને બીમારને જરૂરી ચીજો કેણ પૂરી પાડે છે ? આવી આપવામાં આવેલી ચીજોને ઉપભોગ કોણ કરે છે ? સદાચારી જીવન કોણ જીવે છે ? ધ્યાન કેણ કરે છે? આ સર્વોત્કૃષ્ટ માર્ગના ધ્યેયને–નિર્વાણને કે અહંપણાને —કાણુ પામે છે? જીવતા જીવોને હણે છે કોણ? ચોરી કોણ કરે છે? એશઆરામની દુન્યવી જિંદગી કોણ જીવે છે ? જુડું કોણ બોલે છે? ખૂબ માદક પીણાં કાણું પીએ છે ? ટૂંકમાં, આ જ જિંદગીમાં પોતાનાં કટુ ફળ દેનારાં પાંચ કુકર્મોમાંથી કોઈ પણ એકને કોણ કરે છે? વળી જે નિત્ય આત્મા હોય જ નહિ તો, ધર્મ-અધર્મ જેવું કંઈ રહેતું નથી, સારાં કે ખરાબ ૪૫. પ્રથકર્તાના શિષ્ય દિવાકર પોતાની ટીકામાં અહંતા મમતામાવ સમાસના છેલ્લા અવયવને કમાવ ગણી આખા સમાસને સમજાવે છે, પરંતુ એ તો સ્પષ્ટ છે કે તેને આપણે સ્વીકાર ન કરી શકીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82