Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
અનાત્મવાદ સામેની દલીલ
પN
કર્મો કરનાર કે કરાવનાર જેવું કંઈ રહેતું નથી, સારા કે ખરાબ કર્મોનાં ફળ કે પરિણામ જેવું કંઈ રહેતું નથી. જે કોઈ માણસ આપને મારી નાખે તો ખૂન જેવું કંઈ થતું નથી એવું, હે ભદન્ત, જે આપણે વિચારીએ તો એમાંથી એવું ફલિત થાય કે આપના સંઘમાં કઈ ખરા બુદ્ધો અને ઉપદેશકો નથી અને તમારા આદેશે શૂન્ય છે, અર્થવિહીન છે.”
આ અને આવા બીજા વાંધાઓ આત્મનિષેધ સામે રજૂ કરાયા છે, અને અનુકૂળતા ખાતર તેમને ટૂંકમાં નીચે પ્રમાણે આપી શકાય?
જે એક દિવસ અસ્તિત્વમાં આવે છે અને બીજે દિવસે કે કઈક બીજે કાળે નાશ પામે છે તે અનિત્ય છે, અને જે ક્ષણિક અર્થાત્ પ્રતિક્ષણ પરિવર્તન પામે છે તે પણ અનિત્ય છે. દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા કરે છે એ હકીકત છે. અને બુદ્ધના પહેલાં એ હકીક્ત પ્રસિદ્ધ હતી, પરંતુ બુદ્ધના પુરોગામીઓએ આત્મા(પુરુષ)ની બાબતમાં અપવાદ કર્યો (ક્ષvicરિવર્તનો દિ મા તે ચિત્તા), જ્યારે બદ્ધોએ તે વાત છેક છેવટ સુધી લંબાવી અર્થાત્ આત્માને પણ લાગુ પાડી. બૌદ્ધ માન્યતા વિશે વિચાર કરતી વેળા અનિત્યતાથી આપણે આવી ક્ષણિકતા સમજવાની છે. - હવે, જે નિત્ય આત્મા ન હોય અને જે બધું જ ક્ષણિક હોય તો મનુષ્ય અને કર્મ-ફળ વચ્ચે કોઈ પણ રીતે સંબંધ ઘટશે નહિ, કારણ કે જે મનુષ્ય એક ક્ષણે કર્મ કરે છે તે બીજી ક્ષણે જ્યારે કર્મનું ફળ ભોગવવાનું આવે છે ત્યારે તેનો તે જ રહેતો નથી. એ જ રીતે જે મનુષ્ય ફળ ભેગવે છે તે કર્મનો કર્તા હોતો નથી, કારણ કે બન્ને ક્ષણો ભિન્ન છે. અને ઉપર કહ્યું તે ઉપરથી ફલિત થાય છે કે કમ ખરેખર કર્યું હોવા છતાં તે તેનું ફળ તેના કરનારને આપી શકતું નથી, અને આમ કૃતનાશ થાય છે; વળી જ્યારે ફળ આવે છે ત્યારે હકીકતમાં કઈ કમ હોતું નથી અને આમ અકૃતઆગમ થાય છે.
ઉપરાંત, કાર્યકારણભાવની ય કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન કારણ કાર્ય ઉત્પન્ન કરી શકે નહિ. વર્તમાન કારણ પણ કાર્ય ઉત્પન્ન ન કરી શકે, કારણ કે તે ક્ષણિક હોઈ લાંબો વખત વર્તમાન રહી શકતું નથી. આવી જ રીતે બંધ કે મોક્ષ પણ ન ઘટી શકે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા કે સંશયપૂર્વકનો નિશ્ચય પણ શક્ય નથી. કોઈ માણસ પોતે કઈ ઠેકાણે સંતાડેલા ધનની શોધ પણ ન કરી શકે. ઇષ્ટ વસ્તુને જોઈને તેને વિશેના કુતૂહલને સંતોષવાની પણ શક્યતા રહેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org