Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
આત્મા શું છે ?
આવતા અને પૂર્ણ કે અંશતઃ બીજા સૂત્રમાં ઘણી જગ્યાએ પણ મળી આવતા એક ગદ્યાશ તરફ તમારું ધ્યાન દોરું છું.
પછી ભગવાને પાંચ ભિખુઓને ઉદ્દેશી કહ્યું:
હે ભિખુઓ ! રૂપ એ આત્મા નથી. જે રૂપ એ આત્મા હોત તો રૂપમાં રોગ ન થાત અને રૂપને વિશે એમ કહેવું શક્ય બનત કે “મારું રૂપ આવું છે અને આવું ન હૈ.પરંતુ આ રૂપ આત્મા ન હોઈને તેમાં રેગ પેદા થાય છે અને એને વિશે એમ કહેવું શક્ય નથી કે “મારું રૂપ આવું હોય અને આવું ન હો.”
હવે હે ભિખુઓ તમે રૂપને નિત્ય માને છે કે અનિત્ય?” અનિત્ય, ભગતે !” પણ જે અનિત્ય છે તે દુઃખ છે કે સુખ?” દુઃખ, ભતે !”
“હવે જે અનિત્ય છે તે દુ:ખપૂર્ણ છે, વિકારી છે અને તેની બાબતમાં “આ મારું છે, આ હું છું, આ મારો આત્મા છે” એ કહેવું શક્ય છે?”
બિલકુલ નહિ, ભન્ત.”
આ જ રીતે ભગવાને બાકીના ચાર ક –વેદના. સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન–વિષે નિરૂપણ કરી એ જ નિર્ણયે ભિખુઓને પહોંચાડડ્યા કે તેમાંના કોઈને વિશે એમ કહેવું શક્ય નથી કે “આ મારું છે, આ હું છું, આ મારે આત્મા છે.” પછી તેમણે કહ્યું.
ભિક્ષઓ! આવું જોઈને વિદ્વાન, આર્ય શિષ્ય એ પાંચેય સ્કન્ધ પ્રત્યે ઉદાસ બને છે. ઉદાસ થતાં તે રોગરહિત બને છે. વિરાગને કારણે તે મુક્ત થાય છે. મુક્ત થતાં “હું મુક્ત છું” એવું તેને જ્ઞાન થાય છે. અને તે જાણે છે કે તેનું આવાગમન નષ્ટ થઈ ગયું છે, તેનું જીવન સાર્થક બન્યું : છે, તે કૃતકૃત્ય બન્યો છે, હવે તેને દુનિયામાં કંઈ કરવાનું બાકી નથી.” (મહાવચ્ચ, ૧૬.૩૮-૪૭).
વખતોવખત તેમણે પિતાના શિષ્યોને આપેલી બીજી દેશનાઓમાંથી પણ એ સ્પષ્ટ થાય છે કે તેમને મતે પાંચમાંથી કોઈ પણ એક સ્કન્ધ આત્મા નથી (જઈ નરમા, ઇત્યાદિ ); કે સ્કન્ધવાળો આત્મા નથી (રૂપવાન નિવ મારમા ઈત્યાદિ), જેમ છાયાવાળું વૃક્ષ છે તેમ; કે આત્મામાં સ્કન્ધ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org