Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
વિજ્ઞાનવાદીનું અર્થઘટન
ઉદ્દભવવાને કઈ અવકાશ રહેતો નથી, અને તેથી જ તો પરિણામે દુઃખ અને યાતનાઓ જેવા કામનાં દુષ્પરિણામોના ઉદ્દભવેને ય કઈ અવકાશ રહેતો નથી.
જ્યારે બુદ્ધને વારંવાર કહેતા સાંભળીએ છીએ કે આ ત્રણ જગત ચિત્તમાત્ર કે વિજ્ઞાનમાત્ર છે ત્યારે ગાચાર કે વિજ્ઞાનવાદી તરીકે પ્રસિદ્ધ એ જે બુદ્ધના અનુયાયીઓને એક ખૂબ જ પ્રભાવક અને મહત્ત્વને વર્ગ છે તેની આગળ આપણે આવી પહોંચીએ છીએ. એમ માનવામાં આવે છે કે તેમણે તે અને તેવાં બુદ્ધવચનોના આશયને બરાબર રીતે સમજાવ્યો છે. તેઓ જણાવે છે કે ક્ષણિક વિજ્ઞાન જ એક માત્ર વસ્તુસત્ છે, પરમાર્થ છે. તેઓ સમગ્ર બાહ્ય જગતને સ્વપ્નદશામાં ચિત્તમાં ઊઠતા આકાર જેવું ગણી તેના સત્ત્વ ધરાર નિષેધ કરે છે. ઉપર હમણાં જ જેને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે પુદગલનેરામ્યને અને ધર્મરામ્યને પણ તેઓ સમજાવે છે. કામ, રાગ, વગેરે લેશે આત્મદષ્ટિમાંથી જ જમે છે અને તેથી જ તે જ્યારે પુદ્ગલનરામ્યનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તેઓ દૂર થઈ જાય છે. ધર્મનૈરાગ્યનો સાક્ષાત્કાર થતાં ધર્મો (= વસ્તુઓ) વિશેનું આપણું અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાન થાય છે કે વસ્તુઓ આપણને જેવી જણાય છે તેવી ખરેખર નથી, પરંતુ માત્ર વિજ્ઞાનના આકારરૂપ જ છે. આ અજ્ઞાન જ આવરણ છે, અને અંધકારની જેમ તે અજ્ઞાન રેય(તથતા)ને ઢાંકી દે છે, માટે જ તે અજ્ઞાનને ચાર૪ કહેવામાં આવે છે. જેનો નિર્દેશ ઉપર થયો છે તે લેશોને પણ આવરણ (રાય) ગણવામાં આવ્યા છે, કારણ કે તેઓ પણ પરમાર્થ(ત થતા)ને ઢાંકી દે છે, પરમાર્થનો સાક્ષાત્કાર થવા દેતા નથી.
વળી જ્યારે ભગવાને બધી વસ્તુઓ (= ધર્મો) શૂન્ય છે (જા પર ધમ) ૫ એવું કહ્યાનું સાંભળીએ છીએ ત્યારે એટલે જ મહત્ત્વને અને પ્રભાવક એવો જે એમના માધ્યમિક તરીકે જાણીતા અનુયાયીઓને બીજે ૩૩. નિત્તમાર્ગ મો બિનપુત્રા ત વાતુર્મ | જુઓ દશભૂમિકસત્ર, સંપા. Rander,
પૃ૦ ૪૯; વિશિl, સંપાLevi, ૫૦ ૩; મધ્યમકાવ૦, ૬.૨૩ (પૃ. ૧૮૧),
સુભાષિતસં), પૃ. ૯; મધ્યમકવૃત્તિ, પૃ. ૪૩. ૩૪. માધ્યમિક તે આને એમ કહીને સમજાવશે કે ય, સમાપિત હોઈને, પિતે જ
આવરણ છે. ૩૫. કાશ્ય૫૫૦, પૃ૦ ૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
w