Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના
કશું જ નથી. તેથી જ તો આપણને કહેવામાં આવ્યું છે કે “જે એમ માનવામાં આવે કે જગતનું દારિદ્રય દૂર કરે તો જ દાનપારમિતાને પૂર્ણ કરી કહેવાય તે તો પૂર્વ બુદ્ધોએ દાનપારમિતાને આચરી હતી તેમ કેમ કહેવાય? કેમ કે જગત હજુ ય દરિદ્ર છે. માટે પિતાની પાસે જે કંઈ છે તે બધું જ તેના પિતાના ફળ સાથે બધાંને આપી દેવાનું જે મન—ચિત્ત તેને જ દાનપારમિતા કહે છે. આથી દાનપારમિતા પિતે એક પ્રકારનું ચિત્ત
ભગવદગીતાના કર્મયોગને સઘળો ઉપદેશ કર્મના આ અર્થઘટનને જ કેન્દ્રમાં રાખે છે અને સ્પષ્ટપણે જણાવે છે કે જ્યારે ચિત્તે સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય ત્યારે માત્ર શારીર કર્મોથી મનુષ્ય પાપને પામતો નથી (૪.૨૯).
આ જ રીતે, જેમનો ઉલ્લેખ પ્રથમ વ્યાખ્યાનમાં કર્યો છે તે પિતાના પુરોગામીઓની જેમ બુદ્ધ દરેક શાસ્ત્રના પ્રામાણ્યને નિષેધ કર્યો અને માત્ર શુદ્ધ તર્ક ઉપર જ આધાર રાખ્યો. તેમણે પિતાની ધર્મદર્શનવ્યવસ્થામાં ન તે ઈશ્વરને કઈ સ્થાન આપ્યું કે ન તો પ્રચલિત અર્થમાં આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવી. તેમને જગત ક્ષણિક જણાયું અને પરિણામે ભેગના સાધન તરીકે તેમને તે લાયક ન લાગ્યું. સમ્યગદર્શન(બેધિ)ની પ્રાપ્તિ પછી ય જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી જગતમાં રહેવા છતાં તેમણે જગતનો ત્યાગ કર્યો. તેમણે યોગ અને તપનું આચરણ કર્યું, જો કે તેની કઠોરતા પાછળથી તેમણે હળવી કરી. તેમણે સ્વીકાર્યું કે અવિદ્યા જ બંધનું કારણ છે. જ્ઞાન, વિદ્યા અવશ્ય મુક્તિ ભણી લઈ જાય છે. પોતાના કેટલાક પુરોગામીઓ સાથે તેમણે પણ દઢપણે માન્યું કે જ્યાં સુધી કામને, તૃષ્ણને નિર્મૂળ કરવામાં ન આવે ત્યાં સુધી શાન્તિની કઈ આશા નથી. મર્મસ્થાનીય મહત્ત્વ ધરાવતા આ છેલ્લા બે મુદ્દાઓ વિશે મારે આગળ ઘણું કહેવાની ઈચ્છા છે. ૬. બોધિ ૫, ૯-૧૦ :
अदरिद्रं जगत् कृत्वा दानपारमिता यदि । जगद् दरिद्रमद्यापि सा कथ पूर्वतायिनाम् ।।
फलेन सह सर्वस्वत्यागचित्ताज्जनेऽखिले । • दानपारमिता प्रोक्ता तस्मात् सा चित्तमेव तु ।। ૭, રાગીર વ૮ વર્ષ પુર્વન ના નોતિ વિQિષમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org