Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવને ચોક્કસ અર્થ થાય છે મૃત્યુ. આ “મૃત્યુ” શબ્દ પણ એ જ ધાતુમાંથી બનેલા છે. આમ માર અને મૃત્યુ એક જ છે. અને જે આપણે કામ જે ભયંકર દુઃખ મનુષ્યોને દે છે એને ધ્યાનમાં લઈએ તો કામનો અર્થ સ્પષ્ટ કરવા માર સિવાય બીજો કોઈ સારો શબ્દ નથી એ વિશે બે મત નથી. દુઃખના મૂળરૂપ માર કે કામ વિશેનાં ભગવાનનાં બધાં વચનોને બાજુએ રાખી હું ઉદ્ધત કરેલા ઉતારા તરફ તમારું ધ્યાન ખેંચું છું. આ ઉતારે પરંપરા અનુસાર ભગવાનની બાધિપ્રાપ્તિ પછીની પ્રથમ દેશના છે ? “આ કાયારૂપ ઘર બનાવનારને શોધતો હું અનેક જન્મવાળા સંસારમાં ફેકટ રીતે દોડ્યા કરતો હતો અને દુઃખ દેનાર અવતાર વારે વારે આવ્યા કરતો હતો. પણ હે ગૃહકાર ! હું તને ઓળખી ગયો છું. હવે તું ઘરને ફરી બાંધી શકીશ નહીં. તારી બધી પાટડીઓ તોડી નાખેલ છે. ઘરનો મોભ પણ તોડી નાખ્યો છે. દોષરહિત બનેલા ચિત્તે કામને બરાબર ઓળખી લીધો છે.૨૦ કામ અને એના મનની વાતથી આ દેશના ધર્મો અને ધાર્મિક સાહિત્ય ભરપૂર છે, જો કે વિગતોમાં તેઓ એકબીજાથી ઘણું ફંટાય છે. ભગવદ્દગીતાના આખા ય ગ્રંથમાં તેનું કેવું વર્ણન છે તે તમે જાણો છો. સર્વ દુઃખનું મૂળ હોઈ કામને ત્યાં મહાશન, મહાપાપ, મહાશત્રુ અને નિત્યરી કહ્યો છે, અને તેના શમન વિશે આપણને આમ કહેવામાં આવ્યું છેઃ જેમ નદીઓ સર્વ કાળે પૂર્ણ અને અચળ એવા સમુદ્રમાં શમી જાય છે, તેમ જે મનુષ્યની કામનાઓ પોતાની અંદર જ શમી જાય છે તે મનુષ્ય શાંતિ પામે છે. પરંતુ જે મનુષ્ય કામને ઈ છે છે તે કદી શાંતિ પામી શકે જ નહિ. જે સર્વ કામનાઓને ત્યજી દઈ નિઃસ્પૃહ, નિરહંકાર અને નિમમ બની વિચરે છે તે શાન્તિ પામે છે. ૨૧ ૨૦. ધમ્મપદ, ૧૫૩-૫૪ : अनेकजातिसंसार सन्धाविस्सं अनिब्बिसं । गहकारकं गवेसन्तो दुक्खा जाति पुनप्पुनं ।। गहकारक ! दिछोऽसि पुन गेहं न काहसि । सब्बा ते फासुका भग्गा गहकूटं विसंखतं । સિવાર-તં વિત્ત તઇડ્યાન વયમક્ષા || : ૨૧. પૂર્યના મઢપ્રતિષ્ઠ समुद्रमापः प्रविशन्ति यद्वत् । | અનુસંધાન પૃ. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82