Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ આત્મા એક અને અદ્વિતીય ૯ વળી એક ઋષિમુનિ જણાવે છેઃ “આ આત્મા છે તે જ હું છું, એમ જે માણસ પોતાને વિશે સમજે, તે કઈ વસ્તુની ઈચ્છા રાખીને, અને કેના માટે શરીરની ઝંખના રાખે ?” (બૃહદા. ૪.૪.૧૨). હકીકતમાં આ દ્રષ્ટાઓને મતે આત્મા એક અને અદ્વિતીય છે. અને તેમ હાઈને, નથી તે એવું કંઈ જ કામનો વિષય બની શકે, કે નથી તે એવું કંઈ જેનાથી ભય પામવાનો રહે. એ એક સીધી, સાદી ને સાચી વાત છે કે જ્યાં ત હોય છે ત્યાં ભયની શક્યતા હોય છે. જ્યારે વાઘ અને સનુષ્ય બને હોય, ત્યારે જ મનુષ્યને ભયભીત થવાનું કારણ હોય છે. અહીં એક ટૂંકી પણ રસપ્રદ વાત ઉપનિષદ્દમાંથી (હદા૦ ૧૪.૧.૨) આપું: “શરૂઆતમાં એકલે આમા જ હતો. તેણે આજુબાજુ જોયું તો ત્યાં પિતાના સિવાય બીજું કશું જ ન હતું. અને તેને બીક લાગી. તેથી આજે પણ માણસ એકલો હોય ત્યારે બીએ છે. પછી આત્માએ વિચાર કર્યો? ‘અહીં મારા સિવાય બીજું કોઈ છે તો નહિ, તો પછી હું કોનાથી બીઉં છું?” એવો વિચાર કરતાં એની બીક જતી રહી, કારણ કે બીક તો પિતાના સિવાય બીજું કઈ હોય તો તેમાંથી ઉદ્દભવે છે (દ્રિતિયા માં મારો.” આમ આત્માને સાક્ષાત્કાર થતાં કામમાંથી જ નહિ બલકે ચિંતા, મુશ્કેલી અને દુઃખમાંથી ય સંપૂર્ણ મુક્તિ મળે છે. વેદાન્તીઓ ઉપરાંત આત્મામાં માનનાર બીજા ઉપદેશકો પણ એવા મતના છે કે કામશમન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે. ઉદાહરણાર્થ, જેમને મુખ્યપણે વૈદિક ક્રિયાકલાપ સાથે જ લેવાદેવા છે તે યાજ્ઞિકે કે મીમાંસકે પણ પોતાના અનુયાયીઓને કામ્ય કર્મો (ફળની કામના સહિત કરાતાં કર્મો) કરવા સામે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે અને નિત્ય (આવશ્યક યા ફરજરૂપ) અને નૈમિત્તિક (પ્રાસંગિક) કર્મો કરવાની જ સલાહ આપે છે. ભક્તિમાર્ગીઓને ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા હોઈ તેમને કામનામાંથી મુક્ત થવાનો સરળ માર્ગ મળી ગયા છે. તેઓ પોતાને માટે કંઈ જ રાખતા નથી, બધું જ પોતાને ઈશ્વરને અર્પણ કરી દે છે. ભક્તિની મૂર્તિ જેવા પ્રહૂલાદનાં થોડાંક વચને આપણું દેશના ઉત્તમ કેટિના ભક્તિગ્રંથ “ભાગવતમાંથી ઉદ્ધત કરવાનું મને મન થાય છે. ભગવાને પ્રલાદને દર્શન દીધાં અને પસંદ કરી એક વર માગવા કહ્યું, તેમ જ જણાવ્યું કે પોતે દરેકની આશા હંમેશ પૂરી કરે છે એટલે તેની આશા પણ પૂરી કરશે. ઉત્તરરૂપે નીચે પ્રમાણે પ્રહૂલાદની પ્રાર્થના છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82