Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના હે પ્રભુ! જન્મથી જ વિષયોમાં હું આસક્ત છું, હવે આ વરોથી મને લોભાવો નહીં. હું એ ભોગોના સંગથી ડરી, એમના દ્વારા થતી તીવ્ર વેદનાનો અનુભવ કરી એમનાથી છૂટવાની ઈચ્છાથી જ આપને શરણે આવ્યો છું. હે ભગવાન! મારામાં ભક્તનું લક્ષણ છે કે નહિ—એ જાણવા માટે આપે આપના ભક્તને વિષયભોગો માગવાને પ્રેર્યો છે. આ વિષયભોગો હૃદયની ગાંઠને મજબૂત કરવાવાળા તથા વારંવાર જન્મ-મૃત્યુના ફેરામાં ફસાવનારા છે. હે જગદગુરુ ! વિષયભેગો માગવા પ્રેરવામાં ભક્તની પરીક્ષા કરવા સિવાય બીજુ કોઈ કારણ મને લાગતું નથી, કેમ કે આપ પરમ દયાળુ છો. તમારી પાસેથી જે કામનાઓ પૂરી કરવા ઈચ્છે છે તે સેવક નથી; એ તે લેવડ-દેવડ કરનાર વેપારી છે. જે સ્વામી પાસેથી પોતાની કામનાઓને પૂરી કરવાનું ઈચ્છે છે તે સેવક નથી; અને જે સેવક પાસેથી સેવા લેવા માટે, તેના સ્વામી બનવા માટે તેની કામનાઓ પૂરી કરે છે તે સ્વામી નથી. હું આપને નિષ્કામ સેવક છું અને આપ મારા નિરપેક્ષ સ્વામી છે. જેમ રાજા અને એના સેવકને તો પ્રજનવશ સ્વામી-સેવક સંબંધ હોય છે, એ સંબંધ તે મારી અને આપની વચ્ચે નથી. હે મારા વરદાયીશિરોમણિ સ્વામી! જે મને મારા મુખે માંગેલું વર આપવા જ ઈચ્છતા હો તે એ વર આપો કે મારા હૃદયમાં ક્યારેય કોઈ કામનાનું બીજ ન ફૂટે. ૫
તાત્રિકે એ સૂચવેલે કામશમનનો ઉપાય ઘણો વિચિત્ર છે. તેમને મતે ડાહ્યા માણસો કામથી જ કામનો નાશ કરે છે. તેઓ કહે છે: “જેમ કાનમાં ૨૫. ના.માં પ્રોમોQજ્યાડસ છાપુ તૈઃ |
तत्सङ्गभीतो निर्विण्णो मुमुक्षुस्त्वामुपाश्रितः ।। भृत्यलक्षणजिज्ञासुभक्तं कामेष्वचोदयत् । भवान् संसारबीजेषु हृदयग्रन्थिषु प्रभो ! ॥ नान्यथा तेऽखिलगुरो! घटेत करुणात्मनः । यस्त आशिष आशास्ते न स भृत्यः स वै वणिक् ।। आशसानो न वै मृत्यः स्वामिन्याशिष आत्मनः । न स्वामी भृत्यतः स्वाम्यमिच्छन् यो राति चाशिषः । अहं त्वकामस्त्वद्भक्तस्त्वं च स्वाम्यनपाश्रयः । नान्यथेहावयोरर्थो राजसेवकयोरिव ।।
यदि दास्यसि मे कामान् वरांस्त्वं वरदर्षभ । १५. ., कामानां हृद्यसंरोहं भवतस्तु वृणे वरम् ॥
ભાગવતપુરાણ, ૭.૧૦-૨-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org