Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના હવે આપણે ભગવાન બુદ્ધ તરફ વળીએ. તેમને મતે સત્ય, પરમાર્થ શું છે? આપણે જોયું તેમ તેમની દેશના વિશે ઘણું મતભેદે છે. વિદ્વાને હજુ ય એ મુદ્દા ઉપર ચર્ચાઓ ચલાવી રહ્યા છે. તેમ છતાં સૌ કોઈ એ વાત તે સ્વીકારે છે કે બુદ્ધ તેમના પુરોગામીઓએ સ્વીકારેલા સિદ્ધાન્તથી તદ્દન ઊલટો અનાત્મવાદ સિદ્ધાન્ત પ્રબળે.
પરંતુ સારા વાતાવરણમાં ગુંજી રહેલા ઉપનિષદના આત્માના સિદ્ધાંતની સામે તેઓ આવા વિચિત્ર નિર્ણયે કેમ પહોંચ્યા? મને લાગે છે કે ઉપનિષદ્દના આત્માને સિદ્ધાતે જ તેમને એ નિર્ણયે પહોંચાડ્યા છે. કામને ક્ષય કરે જ જોઈએ એ એમની, એમના પુરોગામીઓની જેમ, દઢ પ્રતીતિ હતી. અને તેમણે જ્યાં કામનું સ્થાન છે, જ્યાં કામ ઉદ્દભવે છે તે પિતાની જાતમાં જ શોધ ચલાવી કે કામનું મૂળ શું છે ? એ તો આપણા રોજિંદા અનુભવની વાત છે કે જેના પ્રત્યે આપણને રાગ હોય છે તેની આપણને ઈચ્છા, કામના થાય છે. અને તેના પ્રત્યે જેટલો રાગ વધારે તેટલી તેની કામના વધારે. હવે, જગતમાં સૌથી વધારે કઈ ચીજ પ્રત્યે આપણને રાગ છે? આત્મા પ્રત્યે. આપણે આપણું બધું જ તજી દઈ શકીએ, પરંતુ આપણે આપણા આત્માને છેડી દેવાના વિચાર માત્રથી ધ્રુજી ઊઠીએ છીએ. માણસને સ્વર્ગનું રાજ આપે અને કહો કે તે તેને ત્યારે જ સ્વીકારી શકે જ્યારે તે એક શરત પાળે કે તેણે પિતાની જિંદગી ત્યજી દેવી. ચોક્કસ તે સ્વર્ગના રાજને સ્વીકાર નહિ કરે. જ્યારે તેનું પોતાનું જ અસ્તિત્વ ન હોય ત્યારે તે માણસ સ્વર્ગને રાજને શું કરે ? આમ સૌથી વધારે જેના તરફ આપણે રાગ અનુભવીએ છીએ તે આત્મા છે, કારણ તેના કરતાં વધુ રાગ જેના તરફ આપણને હોય તેવી કોઈ ચીજ નથી. તેથી જ ઉપનિષદ (બૃહદા ૧.૪.૮)
“આત્મા દીકરા કરતાં વહાલો છે; ધન કરતાં વહાલો છે; બીજી બધી વસ્તુઓ કરતાં વહાલો છે; તે બીજી બધી વસ્તુઓ કરતાં આપણી વધારે અનુસંધાન પૃ૦ ૪૧થી ]
यथैव विधिवद् भुक्त विषमप्यमृतायते । दुर्भुक्तं घृतपूपादि बलवत् तु विषायते ।। ४३ ॥ घतं च मधुसंयुक्तं समांशं विषतां व्रजेत् । तदेव विधिवद् भुक्तमुत्कृष्टं तु रसायनम् ।। ५० ।। रसस्पृष्टं यथा तानं निर्दोषं काञ्चनं भवेत् । ज्ञानविदस्तथा सम्यक् क्लेशाः कल्याणसाधकाः ॥ ५१ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org