Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ તને બતાવેલે ઉપાય પાણી નાખી પાણી કાઢવામાં આવે છે, જેમ કાંટાથી કાંટે કાઢવામાં આવે છે, તેમ ડાહ્યા માણસે કામથી કામને કાઢે છે, રાગથી રાગને જીતે છે. જેમ બેબી મલીન ચીજથી મલીન વસ્ત્રને નિર્મળ કરે છે તેમ ડાહ્યા માણસે મળથી પિતાને નિર્મળ કરે છે. રજ ઘસવાથી જેમ દર્પણ શુદ્ધ થાય છે તેમ જ્ઞાનીઓથી લેવાયેલા દોષો દનો નાશ કરે છે. લોઢાનો ગઠ્ઠો પાણીમાં નાખીએ તો ડૂબી જાય છે, પણ જ્યારે તેને ટીપી વહાણ બનાવવામાં આવે છે ત્યારે તે તરે છે અને બીજાને પણ તારે છે. તેવી જ રીતે જ્યારે ચિત્તને પ્રજ્ઞાથી દઢ કરવામાં આવે છે ત્યારે કામોને (કામના વિષયોને) ભોગવવા છતાં તે કામેથી (કામના વિષયોથી ) મુક્ત રહે છે અને બીજાને મુક્ત કરે છે. મિથ્યાજ્ઞાનીઓને કામના વિષયોને ભોગ બંધન બને છે, જ્યારે જ્ઞાનીએને કામના વિષયોને ભોગ મોક્ષસાધક બને છે. વિધિપૂર્વક લીધેલું ઝેર પણ જીવનદાયી અમૃતનું કામ કરે છે, જ્યારે ઘી, પરાઠા જેવો બલપ્રદ ખોરાક પણ ચગ્ય રીતે ન લઈ એ તો ઝેરની જેમ વર્તે છે. ઘીને જ્યારે મધ સાથે સમભાગે મેળવવામાં આવે છે ત્યારે તે ઝેર બને છે, પરંતુ એને જ વિધિપૂર્વક લેવામાં આવે તો તે ઉત્કૃષ્ટ પિષક રસાયનનું કામ કરે છે અને નબળાઈ અને રોગો દૂર કરે છે. જેમ તાંબું પણ તેના ઉપર પારાનો પ્રયોગ કરવામાં આવતાં સેનું બની જાય છે, તેમ જે સમ્યકજ્ઞાનીઓ છે તેમની બાબતમાં કલેશે પણ કલ્યાણસાધક બની જાય છે.* ૨૬. ચિત્તવિશુદ્ધિકરણ, સંપા. પ્રભુભાઈ પટેલ; વિશ્વભારતી ગ્રંથમાળા, ૧૯૭૩: कर्णाज्जलं जलेनैव कण्टकेनैव कण्टकम् । रागेणैव तथा रागमुद्धरन्ति मनीषिणः ।।३७॥ यथैव रजको वस्त्रं मलेनैव तु निर्मलम् । कुर्याद् विद्वांस्तथात्मानं मलेनैव तु निर्मलम् ॥ ३८ ॥ यथा भवति संशुद्धो रजोनिर्वृष्टदर्पणः । सेवितस्तु तथा विज्ञैर्दोषों दोषविनाशनः ॥ ३९ ॥ लौहपिण्डो जले क्षिप्तो मज्जत्येव तु केवलम् । पात्रीकृतं तदेवान्यं तारयेत् तरति स्वयम् ॥ ४० ॥ तद्वत् पात्रीकृतं चित्तं प्रज्ञोपायविधानतः । भुजानो मुच्यते कामान मोचयत्यपरानपि ॥ ४१ ।। दुर्विजैः सेवितः कामः कामो भवति बन्धनम् । स एव सेवितो विज्ञैः कामो मोक्षप्रसाधक: ॥ ४२ ॥ [ અનુસંધાન પૃ૦ ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82