Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌધ દર્શનની પાયાની વિભાવના
અવિદ્યાના અર્થ છે તત્ત્વનુ' અદર્શન કે મિથ્યા દર્શન.૨૪ જે માણસ તત્ત્વને જાણતા નથી કે અવળુ' જાણે છે તે અસત્ વસ્તુઓને સત્ કલ્પે છે, અનેં એમ કરીને અકલ્યાણને કલ્યાણ ગણે છે. એટલે સ્વાભાવિક રીતે જ કામ જાગે છે, અને એક વાર જાગે છે એટલે માણસને તે અવળે રસ્તે ચઢાવી તેને નાશ કરે છે. ‘ભગવદ્ગીતા ’ (૨.૬૨-૬૩) આ જ વાત કહે છે: ‘વિષયાને મનમાં વાગેાળ્યા કરતા માણસને તેમનામાં આસક્તિ થાય છે, આસક્તિમાંથી કામ જન્મે છે, કામમાંથી ક્રોધ જન્મે છે, ક્રોધમાંથી માહ જન્મે છે, માહને કારણે સ્મૃતિના નાશ થાય છે, સ્મૃતિના નાશ થવાથી બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિના નાશથી મનુષ્યના સંપૂર્ણ વિનાશ થાય છે.'
૩૮
અવિદ્યાના નાશ થતાં કામના ક્ષય થાય છે. અને બૌદ્ધો કહે છે તેમ અવિદ્યા દૂર ત્યારે જ થાય છે જ્યારે વિદ્યા કે પ્રજ્ઞાપારમિતા( પૂર્ણ પ્રજ્ઞા )ને
ઉદય થાય છે.
આ મુદ્દા ઉપર અહીં સુધી બુદ્ધ અને તેમના ઘણા પુરાગામી વચ્ચે સહુમતિ છે. પરંતુ આ પછી તેઓ વિદ્યા કે પ્રજ્ઞાના વિષય પરમાની ખાખતમાં એકબીજાથી તદ્દન વિરાધી મંતવ્યા ધરાવતા એકબીજાથી ઘણા જુદા પડે છે.
ઉપનિષદ્ના ઋષિમુનિએ અનુસાર પરમાર્થ આત્મા છે. અને આપણે પ્રથમ વ્યાખ્યાનમાં જોયું તેમ જ્યારે આત્માના પૂરેપૂરા સાક્ષાત્કાર થાય છે ત્યારે પછી કશુ ઇચ્છવા જેવુ', કામના કરવા જેવું રહેતું નથી, કારણ બધી કામનાઓ સાષાઈ ગઈ હેાય છે. એક ઉપનિષદ્ ( છાન્દો૦ ૭.૨૫.૧-૩) આપણને કહે છે ઃ · એ અનન્ત( ભૂમા ) જ નીચે, ઉપર, આગળ, પાછળ, જમણી તરફ, ડાબી તરફ અને બધે ઠેકાણે છે. ખરેખર એ જ બધું છે. હવે ભૂમાા અહંકારરૂપે ઉદ્ઘાષ થાય છેઃ હું જ નીચે, ઉપર, આગળ, પાછળ, ડામી તરફ અને જમણી તરફ છું; આ બધું હું જ છું. હવે ભૂમાને આત્મારૂપે ઉદ્ઘાષ થાય છે ઃ આત્મા જ નીચે, ઉપર, આગળ, પાછળ, ડામી તરફ અને જમણી તરફ છે; આ બધુ' આત્મા જ છે. જે આ જુએ છે, માને છે અને સમજે છે, જે આત્માને ચાહે છે, આત્મામાં રમે છે, આત્મામાં લીન અને છે, આત્મામાં આનંદ માણે છે તે સ્વરાજ્ (સ્વયંપ્રકાશ) બને છે, તે ત્રણે ય લાકના ઈશ અને નિયંતા બને છે.'
૨૪. તત્ત્વડપ્રતિવૃત્તિમિથ્યાપ્રતિપત્તિજ્ઞાનમવિદ્યા । શિક્ષા॰સમુમાં ઉદ્ધૃત (પૃ૦૨૨૨) શાલિસ્તમ્ભસૂત્ર; ધિ૦૫૦, પૃ૦ ૩૫૨; મધ્ય‰, પૃ૦ ૫૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org