Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ બૌદ્ધધર્મનો પાયો પ્રશ્ન આ છેઃ ક્યા પાયા ઉપર તેમણે ધર્મનું મંડાણ કર્યું? તેમનાં બધાં ચિન્તનો અને ઉપદેશોના કેન્દ્રમાં શું છે? બની શકે તો મારા જ્ઞાન- " પ્રકાશ પ્રમાણે આનો જવાબ શોધવા માટે પ્રયત્ન છે; પ્રથમ તો હું તમારું ધ્યાન “ વેદ”ની એક ઋચા (૧૦.૧૨૯૪) તરફ દોરીશ. તેને અનુવાદ નીચે પ્રમાણે છે : “શરૂઆતમાં સૌ પ્રથમ મનનું વીર્ય બીજ કામ (= તૃષ્ણા) અસ્તિત્વમાં હતું. અને સન્તોએ ડહાપણ પૂર્વક વિચાર કરીને અસત્ સાથેનું સત્વનું બન્ધન પિતાના હૃદયમાં છે એ શોધી કાઢયું: અને જે તેની ઉપર ટીકા લખનાર સાયણને પૂછશે તો તે તમને ૨. આ પ્રાચીન પ્રમાણ વિશે કહેશે કે “કામ જ જગતને બાંધનાર છે, એ સિવાય બીજું કોઈ બંધન નથી.”૧૦ અને વિશે અથર્વવેદ(૩૨૯૭)માં પણ નીચે પ્રમાણે કહ્યું છે : “આ કોણે કોને આપ્યું છે? કામે કામને આપ્યું છે. દેનારો ય કામ છે ને લેનારો ય કામ છે. કામ સમુદ્રમાં પ્રવેશે છે. (क इदं कस्मा अदात् कामः कामायादात् । कामो दाता कामः प्रतिग्रहीता कामः समुद्रम् आविवेश ॥) આ શ્લોકની અન્તિમ પંક્તિનો અર્થ શું છે? વિદિક ગ્રંથ પિતે જ કહે છે: “કામ એ સમુદ્ર જેવો છે, કારણ તેને કોઈ અન્ય નથી.”૧૧ આ જ વાત બીજા વૈદિક એક ગ્રન્થમાં અર્થાત અથર્વવેદ (૯.૨.૨૩)માં બીજી - રીતે કહી છે : “હે કોમ, મળ્યું, તું સમુદ્રથી ય ચઢિયાતો છે.૧૨ ८. कामस्तदग्रे समवर्तताग्रे मनसो रेतः प्रथमं यदासीत् । सतो बन्धुमसति निरविन्दन् हृदि प्रतीष्या कवयः मनीषा ॥ ૯. તૈત્તિરીય બ્રાહ્મણ, ૨.૮ ૯.૫. ૧૦. વ્યાસોડા સ્મતિ कामबन्धनमेवेदं नान्यदस्तीह बन्धनम् । ૧૧. તેત્તિરીય બ્રાહ્મણ, ૬.૨.૫.૬ : સમુદ્ર રુવ fહું વામન દિ ણામસ્યાન્તોડર્તાિ | ૧૨. થાવાન સમુદ્રાસ કામ મળ્યો || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82