Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ દ્વિતીય વ્યાખ્યાન પાયાની સમસ્યા પ્રથમ વ્યાખ્યાનમાં બીજી અનેક વસ્તુઓ સાથે બુદ્ધની ખરી દેશના સમજવામાં મહા મુશ્કેલી છે તે મેં દર્શાવી, કારણ કે તે દેશનાને સંગૃહીત કરતા ગણતા સુત્તગ્રંથે તેમજ તેમને અવલંબીને રચાયેલા પ્રાચીન-અર્વાચીન બીજા ગ્રંથે અનેક રીતે અને ઘણી વાર તો મર્મસ્થાનીય મહત્તવના મુદ્દાઓ પર વિસંવાદી છે. એ વાત ખરી કે આ વસ્તુ માત્ર બૌદ્ધધર્મદર્શનની જ લાક્ષણિકતા છે એવું નથી, બીજા ધર્મોની બાબતમાં ય આવું છે, અને જેમ ધર્મ વધારે જૂને તેમ તેની સમજૂતીઓની વિવિધતા વધુ. તેમ છતાં માનવબુદ્ધિએ સાચા મૌલિક ધર્મને સમજવા પોતાનાથી બનતું બધું જ કરી છૂટવામાં સંતોષ માનવે જોઈએ. તેથી સંપૂર્ણ તકેદારી અને સાવચેતી સાથે આપણે એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ. - તે દિશામાં જતાં પહેલાં હું તમને જરાક થોભવા અને મારા પ્રથમ વ્યાખ્યાનમાં બુદ્ધ જે યુગમાં ઉપસ્થિત થયા તે યુગમાં આ દેશના ધાર્મિક અને દાર્શનિક વાતાવરણ વિશે મેં જે કંઈ સંક્ષેપમાં કહ્યું હતું તેને યાદ કરી જવા જણાવું છું. ભૂતકાળ જ વર્તમાનને ઘડે છે. અંકુરનું અસ્તિત્વ બીજ ઉપર જ આધાર રાખે છે, જે બીજ પોતે હકીકતમાં તે અંકુરની પૂર્વાવસ્થા જ છે. આ જ રીતે બુદ્ધ જેવા હતા તેવા તેમની પૂર્વે જે કંઈ હતું તે બધાથી ઘડાયા હતા. એ તો સ્પષ્ટ છે કે જે માગે તેમણે લીધો તે માગને તેમના પૂર્વગામીઓએ તેમને માટે ઘણું સરળ કરી દીધું હતું. ઉદાહરણાર્થ, તમને યાદ હશે કે આપણે વૈદિક ક્રિયાકાંડથી શરૂઆત કરી હતી અને જોયું હતું કે વેદાન્તીએ, સાંખ્યો અને એવા બીજા ચિન્તકની તેમાં શ્રદ્ધા કેવી રીતે ઓછી થતી ગઈ અને છેવટે કેવી રીતે સાવ નષ્ટ થઈ ગઈ. આપણે એ પણ જોયું કે પાછળથી જેમને દ્રવ્યો તરીકે ઓળખવામાં આવ્યા તે વૈદિક યોને તેમના બાહ્ય રૂપને સંપૂર્ણપણે ત્યાગીને આધ્યાત્મિક દૃષ્ટિએ ઘટાવવાનું શરૂ થઈ ચૂકયું હતું, અને આમ તે દ્રવ્યોનું સ્થાન જ્ઞાનયજ્ઞોએ લીધું. આ જ્ઞાનય, ભગવદ્ગીતા કહે છે તેમ, દ્રવ્યય કરતાં ઘણા જ વધારે શ્રેયસ્કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82