Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના
આપણે જોઈ ગયા તેમ અમુક રીતે પ્રાચીન આચાર્યોની પોતાની સમક્ષ પણ આ જ સમસ્યા ખડી થઈ હતી કે બુદ્ધે છે ઉપદેશ આપે? અનેક મુદ્દાઓ ઉપર એકબીજાથી ખૂબ જ વિરોધી વચનોને સમન્વય કરતાં કરતાં વિવિધ ઉત્તર અપાયા છે, અને તે માટેનાં મજબૂત કારણ પણ અપાયાં છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું બધા જ જવાબને સાચા ગણવા? શું બધાને માટે બુદ્ધની સમ્મતિ છે? હોઈ શકે, કારણ કે એક સારા વૈદ્યરાજની માફક તેમણે લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે ઉપદેશ આપ્યો છે. અથવા તો એમ ન પણ હોઈ શકે, કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે તેમણે માત્ર એક જ યાનનો ઉપદેશ આપ્યા છે. પ બુદ્ધ અને એમના ઉપદેશ વિશે જે કહેવામાં આવેલું છે તે બધાને સમન્વય થઈ શકે અને આ સમન્વય સમર્થ આચાર્યો અને પ્રાચીન-અર્વાચીન વિદ્વાનોએ રજૂ કર્યો છે. પરંતુ આવા સમન્વય વિશે નિશ્ચિતપણે કહી શકાય કે આ મત બુદ્ધનો પિતાને હવા કરતાં વિશેષ તો આચાર્યો અને વિદ્વાનોનો છે. એનું કારણ એ છે કે બુદ્ધ આમ જ કહેવા માગતા હતા અને બીજુ નહિ, એમ ચોકકસપણે પુરવાર કરવા માટે આપણુ પાસે કશું સાધન નથી.
* અહીં હું તમને એક ઉદાહરણ આપું. “બ્રહ્મસૂત્ર” એ બાદરાયણની કૃતિ છે. અને એમાં કોઈ સંદેહ નથી કે એમાંથી એક જ સિદ્ધાન્ત ફલિત થાય – ભલે પછી તે ક્રેત હોય, અદ્રેત હોય, વિશિષ્ટાદ્વૈત હોય, શુદ્ધાત હાય, પ્રેતાત હોય કે અન્ય હોય. પરંતુ એકી સાથે તે બધા જ તેમાંથી હરગીજ ફલિત થાય નહિ. તે બધાના સમન્વયનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ ભલે કરાય; એની સાથે આપણને કેાઈ સંબંધ નથી. આપણે તે જાણવું છે કે બ્રહ્મસૂત્ર”ના કર્તા બાદરાયણને શું કહેવું છે.
આ જ રીતે આપણે હીનયાન, મહાયાન વગેરે ભિન્ન ભિન્ન યાનને કે વિજ્ઞાનવાદ, શૂન્યવાદ વગેરે ભિન્ન ભિન્ન સિદ્ધાન્તોને અભ્યાસ કરવાનું કે તેમનું નિરૂપણ કરવાનું ધાર્યું નથી. આપણે જે નકકી કરવું છે તે એ છે કે બુદ્ધ પોતે યે સિદ્ધાંત પ્રબળે છે.
પરંતુ તે નક્કી કરવા આપણે કેવી રીતે આગળ વધવું ? ખરેખર એ માગે ડગ માંડવા ઘણું કઠિન છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી. १५. एकं तु यानं हि नयश्च एक
एका चियं देशन नायकानाम् ॥ सद्धर्मपुं०, २.८६ સાથે જુઓ ૭૦, ૭૩; અભિસમ ૦, પૃ. ૧૨૦-૧૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org