Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ ઋગ્વેદમાં સન્ધાવચન રેઠ એક ઋચા હું અહીં ટાંકીશ. તેના અનુવાદ આ * ઋગ્વેદ'માંથી પ્રમાણે છેઃ તેને ચાર શી’ગડાં છે, ત્રણ પગ છે, એ માથા છે અને સાત હાથ છે. તે ત્રણ બધે બંધાયેલા વૃષભ મેાટા અવાજ કરે છે. મહાન દેવ મર્ત્યમાં પ્રવેશ્યા.’૬૨ એ મહાન દેવ તે કાણું ? ટીકાકારોમાં મતભેદ છે. કેટલાક કહે છે સૂર્ય, જ્યારે કેટલાકને મતે તે વાણી છે, શબ્દ છે, પરતુ મંત્રના અર્થ જેને સાક્ષાત્ દૃષ્ટ છે એવા ઋષિને મન એને શે। અર્થ હશે એ તે। કાણુ કહી શકે? C જે હા તે, એ વિશે તેા લેશ પણ શંકા નથી કે અણુકેળવાયેલી બુદ્ધિવાળા જેને સહેલાઈથી અવળું સમજી બેસે એવા સન્ધાવચનના પ્રયાગ જ, ઉત્તરકાલીન વજ્રયાન અને સહજયાનના રૂપે બૌદ્ધધર્મ દર્શનનું અત્યન્ત શાચનીય જે પતન થયું તેનાં મુખ્ય કારણામાંનુ એક છે. અને આ પ્રક્રિયા છેવટે કયાં લઈ ગઈ તે જાણવાની જો ઇચ્છા હાય તેા હું તમને બૌદ્ધ તાન્ત્રિક ગ્રન્થ એકલ્લ-વીર-ચણ્ડમહારાષણતન્ત્ર' જેવા ભલામણ કરું તે ગ્રન્થ પ્રકાશિત નથી થયા પણ તેનું વર્ણન મહામહેાપાધ્યાય ૫. હરપ્રસાદ શાસ્ત્રીએ આપ્યું છે.' એમ માનવાને પ્રબળ આધારા છે કે જો સન્ધાવચનને સ‘પૂર્ણ - પણે સમજાવવામાં આવે તેા વજ્રયાનનુ મૂળ રૂપ સામાન્ય રીતે જેટલું ક્રાન્તિકારી, જેટલું અશિષ્ટ, જેટલુ અનૈતિક લાગે છે તેટલું ન લાગે. આ એક મુદ્દી ઉપર ડો. પ્રોાધ ચન્દ્ર બાગચી સાથે હું સંપૂર્ણ પણે સહમત છું. ૬૪ બુદ્ધના ઉપદેશના ખરા અથ ગ્રહણ કરવા માટે પાર કરવાની અનેક મુશ્કેલીઓ મેં તમારી આગળ રજૂ કરી. બીજી એક મુશ્કેલીના ઉલ્લેખ મારે કરવા જોઇએ. ભારતમાં અને ભારતની બહાર રાજે રાજ વધતા જતા આધુનિક મૌદ્ધ સાહિત્યના વિસ્તારને વિચાર કરશે. તેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ભાતભાતના મતભેદો જોવા મળે છે અને તેથી આપણી આ સમસ્યા વધારે જટિલ અને છે. १२. चत्वारि श्रृङ्गा त्रयोऽस्य पादा द्वे शीर्षे सप्त हस्तासो अस्य । त्रिधा बद्धो वृषभो रोरवीति महो देवा मर्त्यान् आविवेश ॥ ૬૩. રાયલ એશિયાટિક સેાસાયટી, મેગાલના કબજામાં સુરક્ષિત સરકારી સંસ્કૃત હસ્તપ્રતસંગ્રહનું Descriptive Catalogue, ૧૯૧૭, ગ્રન્થ ૧, બૌદ્ધ હસ્તપ્રત, પૃ૦ ૧૩૧ થી. ખાસ જુએ પૃ૦ ૧૩૩. ૬૪. જુએ ′૦હિકવા, ૧૯૩૦, ગ્રન્થ }, પૃ૦ ૩૮૯, ૫૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82