Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
નીતાર્થ અને નેયાર્થ
૨૩
બુદ્ધોએ દેશના આપી કે આત્મા છે; તેઓએ જ શીખવ્યું કે આત્મા નથી; તેઓએ જ વળી જણાવ્યું કે આત્મા છે એમ પણ નહિ અને નથી એમ પણ નહિ.”૫૦
પરન્તુ એ કેમ બને? બુદ્ધ આવી પરસ્પર વિરોધી વસ્તુઓ કેમ ઉપદેશે ? હમણાં જ જણાવી ગયા તેમ તેનો જવાબ એ છે કે આ બધા ઉપદેશે એક જ કક્ષાના લોકો માટે નથી પરંતુ બિન ભિન્ન કક્ષાના અર્થાત્ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વર્ગોના લોકો માટે છે.
બુદ્ધવચનનો ખરે આશય સમજવામાં જે મહા મુશ્કેલી છે તેને સ્પષ્ટ રીતે “લંકાવતાર” અને “સદ્ધર્મકુંડરીક” જેવા બૌદ્ધ સૂત્રગ્રંથોમાં દર્શાવવામાં આવેલ છે. આ સૂત્રગ્રન્થમાં, બુદ્ધ પોતે પોતાના શિષ્યોને પિતાનાં વચનોને વ્યવહાર કેવી રીતે નકકી કરે તે શીખવ્યું હોવાનું કહેવાયું છે. ઉપદેશમાં બુદ્ધ સિદ્ધાન્તનય અને દેશનાનય એ બે નયને પ્રયોજે છે. સિદ્ધાન્તનય એટલે એ રીતિ કે જેના દ્વારા નિર્ણય દર્શાવી શકાય, જ્યારે દેશનાનય એટલે એ રીતિ કે જે દેશના માટે, વ્યાખ્યાન માટે પ્રયોજવામાં આવે છે. પ્રથમ પ્રાગ યોગીઓ માટે છે, જ્યારે બીજાને પ્રયોગ બાલ (અજ્ઞાનીઓ) માટે છે."
પ્રથમ નથી પરમાર્થમાં ઊંડા ઊતરી શકાય છે, પરમાર્થની ખોજ થાય છે, જ્યારે બીજા નયથી ક્રમશઃ પરમાથે લઈ જનાર શીલ વિશેના સામાન્ય નિયમોથી પરિચિત થઈ શકાય છે.
ઉપરાંત, ઉપર જે કંઈ કહ્યું છે તેને વિચાર આપણને ક્યા પ્રકારનાં શાસ્ત્રો ઉપર શ્રદ્ધા રાખવાનું જણાવવામાં આવ્યું છે તેને લક્ષમાં રાખીને કરવાનું છે. એ સ્પષ્ટ છે કે સૂત્ર પિતે જ જણાવે છે કે તેમાં આવતાં સૂત્રો, ગદ્યખડે કે સંવાદો તેમના મહત્ત્વની દષ્ટિએ એક સરખા મૂલ્યના નથી, કારણ કે તેમાંના કેટલાક સ્કુટ અર્થ આપે છે જ્યારે બીજાં સ્ફટ અર્થ ન આપતાં અનિશ્ચિત કે આભિપ્રાયિક અર્થ આપે છે. આ બે પ્રકારનાં સૂત્રોને અનુક્રમે નતાર્થ અને નેયાર્થ કહે છે. “નીતાર્થ ' શબ્દનો અર્થ છે ૫૦. મામેરવિ પ્રજ્ઞવિત મનાત્મવિ ફેશિતમ્ |
बुद्धैर्नात्मा न चानात्मा कश्चिदित्यपि देशितम् ॥१८.६ ૫૧. નો હિ દ્વિવિધ મદ્ય સિદ્ધાન્તો દેશના જ વૈ | देशेमि यं च बालानां सिद्धान्तं योगिनामहम् ॥
લંકા, પૃ. ૧૭ર (૬૧). સાથે જુઓ પૃ૦ ૧૪૮, ૧૭૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org