Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ જીવ-જગત વિશે દાર્શનિક પ્રશ્નો રહેલી આ પ્રચ્છન્ને શ્રદ્ધાએ આપણા દેશમાં ધાર્મિક વિચારોને ઘાટ આપવામાં ઘણો ભાગ ભજવ્યો છે પણ તે વાત અહીં પ્રસ્તુત નથી. પ્રમાણ તરીકે વેદોની જે પકડ હતી તે ધીમે ધીમે ઢીલી થવા લાગી. જ્ઞાનીઓના માર્ગને અનુસરતી સાંખ્ય વિચારધારા અસ્તિત્વમાં આવી. તેણે વૈદિક ક્રિયાકલાપને, તેમાં પશુહિંસા થતી હોઈ, અશુદ્ધ જાહેર કર્યો અને જણાવ્યું કે તે અશુદ્ધ હોઈ મુક્તિ ન અપાવી શકે અર્થાત્ સર્વ દુઃખોને દૂર ન કરી શકે. આમ જો કે સાંખ્યોએ વૈદિક ક્રિયાકલાપનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો તેમ છતાં તેમણે તેમના દર્શન માટે મોટા ભાગની સામગ્રી ખાસ જ્ઞાનકાંડના વેદિક ગ્રંથોમાંથી એકત્રિત કરી છે. તેમણે આત્મસિદ્ધાંત સ્વીકાર્યો—જે કે તેમાં તેમણે પરિવર્તન કર્યું. પરંતુ તેમના દર્શનમાં ઈશ્વરને કોઈ સ્થાન ન હતું. તેઓ જગતના સર્જન અને પ્રલયમાં માનતા હતા પણ તેને માટે ઈશ્વરને સ્વીકારવાની કોઈ જરૂર તેમને લાગી નહિ, કારણ કે તે બન્ને હકીકતો તેમણે જુદી રીતે સમજાવી, ઘટાવી. હવે તરત જ આ ક્ષેત્રમાં આચાર્યો ઉપર આચાર્યો અને ચિન્તકો ઉપર ચિન્તક દેખા દેવા લાગ્યા. તેઓએ જણાવ્યું કે અમે પિતે વૈદિક પરમ્પરાથી સ્વતંત્ર રીતે મુક્તિનો માર્ગ શેવ્યો છે. તેઓ લોકોને પોતાની તરફ આકર્ષવા લાગ્યા. વેદના પ્રામાયને ફગાવી દેવામાં આવેલું હોઈ તેમના વિચારસ્વાતંત્ર્યને દાબમાં રાખી શકે એવું કંઈ રહ્યું ન હતું. તેમને અંતરનો અવાજ વ્યક્ત કરવાની સંપૂર્ણ રવતંત્રતા હતી. આ આચાર્યો અને ચિન્તકો બ્રાહ્મણ અને અબ્રાહ્મણ બને ય હતા. અનેક સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા અને આ સંપ્રદાયમાં ય ભિન્ન મત ધરાવતા સંપ્રદાયોનો ઉમેરો થતો રહ્યો. એ ભિન્ન મતો હતા—જગત અને આત્મા નિત્ય છે; તેઓ નિત્યાનિત્ય છે; અથવા, તેમના કેટલાક પ્રકારે નિત્ય છે અને કેટલાક અનિત્ય છે; જગતને અંત છે, જગત અનંત છે; જગત અને જીવ અકસ્માત્ ઉત્પન્ન થાય છે; મૃત્યુ બાદ જ્ઞાનસહિત કે જ્ઞાનરહિત આત્માનું અસ્તિત્વ છે; જીવન સંપૂર્ણ વિનાશ થાય છે; વરતુઓ ક્ષણિક હાઈ ક્રિયા સંભવી શકે નહિ, અને તેથી આત્માનું અસ્તિત્વ પણ નથી, તેથી જ તે તેના નિત્ય હોવાનો કે અનિત્ય હોવાનો પ્રશ્ન પણ રહેતો નથી; કિયા તદ્દન શક્ય છે અને તેથી માની શકીએ કે આત્મા અને બીજી વસ્તુઓ સદાકાળ અસ્તિત્વ ધરાવે છે; માત્ર સાધના–ક્રિયાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે; જ્ઞાન બંધનું કારણ છે, કેમ કે જ્યાં જ્ઞાન છે ત્યાં વાદી-પ્રતિવાદી વચ્ચે વિવાદ છે જે મનને શ્લેષિત કરનાર ક્લેશને પેદા કરે છે; બીજી બાજુ, અજ્ઞાનમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82