Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બુદ્ધનું બુદ્ધિવાદીપણું માટે ન કરશે, કેવળ મિથ્યાષ્ટિ પ્રત્યે ક્ષમા દાખવવા ન કરશે, કેવળ તમને અનુકૂળ છે માટે ન કરશે, કેવળ તેનો કહેનારે શ્રમણ તમારે પૂજ્ય છે. માટે ન કરશો, કિન્તુ જો તમે તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી કલ્યાણ અને કુશલ થશે એસ તમને ખરેખર ખાતરી હોય તો જ તમે તેને સ્વીકારજો.
બુદ્ધ પિતાના અનુયાયીઓને પણ દઢપણે કહ્યું હતું કે, “ડાહ્યા માણસે સોનાને કાપી, તપાવી, ઘસી તેની પરીક્ષા કરીને જ તેને ગ્રહણ કરે છે. તેવી જ રીતે હે ભિક્ષુઓ! તમે મારાં વચનોને પરીક્ષા કર્યા પછી જ સ્વીકા; મારા તરફના આદરને કારણે જ મારાં વચનને સ્વીકારશે નહિ."*
બુદ્ધ તેમના શિષ્યોને વારંવાર કહેતા કે, “જો કે સ્થવિર (વડીલ છે, અનુભવી, તથાગત કે સંઘ વસ્તુઓને સમજાવી શકે તેમ છતાં સત્યને નિશ્ચય કરવામાં બોધિસત્વ તો યુક્તિનું શરણું (મુરિસરા)* લે છે, તે કોઈ વ્યક્તિનું શરણું (ાસ્ટર) લેતો નથી. આમ તે યુક્તિનું જ શરણ ૮. અંગુનિ. ૩૬૫૩ ८. तापाच्छेदाच्च निकषात् सुवर्णमिव पण्डितैः । परीक्ष्य भिक्षवो ग्राह्यं मद्वचो न तु गौरवात् ॥ ज्ञानसारसमुच्चय, ३१ .
જ્ઞાનસારસમુચ્ચય' ગ્રંથ મૂળ સંસ્કૃતમાં લખાયેલું છે અને તે આર્યદેવના નામે ચઢેલે છે. મૂળ સંસ્કૃત ગ્રંથ મળતો નથી પરંતુ ભારતના ઉપાધ્યાય કૃષ્ણરવ અને તિબેટને ભિક્ષુ ધર્મ પ્રસે (Chos kyi sex rab) કરેલું તેનું તિબેટી ભાષાંતર @ucten by P. 72 Tanjur. mdo. tsha, 47 R$; Cordier, IH. પૃ. ૨૯૮. તિબેટી ભાષામાં તેને Ye ses siin po hun las buts pa કહે છે. તે ૩૮ કારિકાઓનો સંગ્રહ છે. આમાંની કેટલીક સુભાષિત સંગ્રહમાં ઉદ્ધત છે. ઉપર આપેલી સંસ્કૃત કારિકા “તત્ત્વસંગ્રહપજિકામાં પૃ ૧૨ અને ૮૭૮ ઉપર ટાંકેલી છે. તેનું તિબેટી ભાષામાં રૂપાંતર Csoma de Korós કૃત Grammar of the Tibetan Language, ૧૮૩૪, પૃ. ૧૬૮ ઉપર છે. સરખાવો હરિભદ્રના વલણને મૂર્ત કરતી નીચેની કડીઃ
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ મને મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ અને બીજા પ્રત્યે દ્વેષ નથી; પરંતુ જેની વાત તર્કસંગત હોય તેને સ્વીકારવી જોઈએ.” ૧૦. કેટલીક વાર સT ને સ્થાને શરણ પાઠ પણ મળે છે. જુઓ ધસંગ્રહ, ૫૩,
હકીકતમાં અર્થ તે એક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org