Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના વિશે અને એમના ઉપદેશો વિશે જે કંઈ કહ્યું છે તેની વિવિધતા અને વિશાળતા તરફ દૃષ્ટિ નાખતાં જ આપણે આભા બની જઈએ છીએ. - આ બધું જે ભાષામાં લખાયેલું છે તેમનો પ્રથમ વિચાર કરીએ. આપણને કહેવામાં આવે છે કે કેટલીક શાખાઓના મૂળ પવિત્ર ગ્રંથિ સંસ્કૃતમાં. કેટલીકના પ્રાકૃતમાં, કેટલીકના અપભ્રંશમાં અને કેટલીકના પિશાચીમાં હતા. અને એ તો પ્રસિદ્ધ છે કે આપણી પાસે પાલિ ગ્રંથ છે. એવી પણ એક પરંપરા છે કે તે ગ્રંથે જુદા જુદા દેશમાં જુદી જુદી ભાષાઓમાં લખાયેલા–એટલી હદે કે ૯૬ દેશોમાં ૯૬ ભાષાઓ કે બોલીઓમાં તે લખાયેલા. આ પરંપરામાં સત્યને કંઈક અંશ હશે. વિદ્વાનમાં વિવાદ છે કે વિવિધ ભાષામાં લખાયેલ હાલ ઉપલબ્ધ આ ગ્રંશે હકીકતમાં મૂળ ગ્રંથ છે કે પછી તે બધા કોઈ એક ભાષામાં (એ ભાષા કઈ હતી તે આપણે જાણતા નથી) લખાયેલ મૂળ ગ્રંથ ઉપરથી વિવિધ ભાષામાં કરાયેલ અનુવાદ માત્ર છે.૩૩ - વળી એ હકીકતનો પણ વિચાર કરો કે વિવિધ ભાષામાં લખાયેલ ઉપલબ્ધ આ ગ્રંથે, તેમાં ઘણા અંશે છોડી દેવામાં આવ્યા હોઈને અને ઘણા ઉમેરાઓ કરવામાં આવ્યા હોઈને, સંપૂર્ણ પણે એકબીજા સાથે સંવાદી નથી. આ જ પરિસ્થિતિ આ ગ્રંથના તિબેટી, ચીની, મેંગોલિયન વગેરે ભાષાનુવાદમાં છે. મહાન ઉપદેશક બુદ્ધના અવસાન પછી તેમના ઉપદેશો વિશે જે થયું તેને પણ ખ્યાલ કરો. જ્યારે ભિખુઓ બુદ્ધના નિર્વાણ પ્રસંગે આંસુ સારતા હતા અને વિલાપ કરતા હતા ત્યારે સંઘમાં મોડેથી પ્રવેશેલા એક સુભદ્ર બીજા ભિખુઓને કહ્યું, “હે વડીલો ! રડવાથી કે વિલાપ કરવાથી સયું". આપણે મહાન શ્રમણથી મુક્ત થયા છીએ. “આ તમને શોભે છે, આ તમને શેભતું નથી.” આવું કહી તે આપણને પરેશાન કરતા હતા. પરંતુ હવે આપણને જે ગમશે તે આપણે કરીશું અને જે આપણને નહિ ગમે તે આપણે નહિ કરીએ.૩૪ લોકોના એક ભાગના વલણની સૂચક આ વસ્તુ છે અને એ વસ્તુ જ જુદી જુદી બૌદ્ધ પરિષદ–સંગીતિઓ–ભરવા ભણ લઈ જનાર બની. બીજી અનેક હકીકતોમાંથી આ બે હકીકત –એક ૩૩. pવં રિદિગામમg Songવર્તાિવિષy gઇતિમષા ત્રિવિતમૂ | –લઘુકાલચક્રતંત્ર રાજની વિમલપ્રભાટીકા. આ ટીકાનું વર્ણન હરપ્રસાદ શાસ્ત્રીએ Descriptive Catalogue of Skt. MSS. in the Government Collection, ભાગ ૧, પૃ. ૭૭ પર કર્યું છે. ૩૪. વિનય પિટક, ૯.૧.૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82