Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ બુદ્ધોપદેશની વિવિધતા તો આ જુદી જુદી પરિષદની અને બીજી પોતે જ બુદ્ધવચનને સાચો અર્થ ઘટાવનાર હોવાનો દાવો કરતી વિવિધ શાખાઓ ઊભી થવાની–સ્પષ્ટ કરે છે કે ભગવાન બુદ્ધના સાક્ષાત્ કે પરંપરાથી જે શિષ્યો હતા તે તેમના ઉપદેશને અર્થ ઘટાવવામાં કેવી રીતે જુદા પડયા. બૌદ્ધધર્મદર્શનમાં “યાન” તરીકે ઓળખાતા અનેક માર્ગોનો આમાં ઉમેરો થયો. આ યાને હતાં– દેવયાન, બ્રહ્મયાન, શ્રાવક્યાન, પ્રત્યેકબુદ્ધયાન, હીનયાન, મહાયાન, મંત્રયાન, વજયાન, વગેરે.૩૫ ઉપદેશક એક હતા. તેથી એમ વિચારવું સ્વાભાવિક છે કે દુઃખક્ષય વિશેન એમને ઉપદેશ પણ એક હતો. તે પછી શા કારણે મૂંઝવી નાખે એવી આ વિવિધતા ? સર્વદર્શનસંગ્રહમાં બદ્ધદર્શન ઉપર લખતાં માધવાચાર્યે કહ્યું છે તેમ બુદ્ધવચનોને તેમના શિષ્યોએ જુદા જુદા પ્રકાશમાં લીધાં હતાં. એ વાત સાચી કે તેમણે એક જ વસ્તુ ઉપદેશી હતી, પરંતુ તેમના શિષ્ય ભિન્ન ભિન્ન માનસિક વલણ ધરાવતા હોઈ તેઓ તેને ભિન્ન ભિન્ન રીતે સમજ્યા. એ તો સામાન્ય અનુભવની વાત છે કે એક જ શબ્દ જુદી જુદી વ્યક્તિઓને જુદે જુદો અર્થ બતાવે છે. અહીં વળી આપણે માધવાચાર્યે આપેલ ઉદાહરણ ટાંકીએ. “સૂર્યાસ્ત થઈ ગયો” આ એકનું એક વાકય ચોરને માટે “ચોરી કરવાનો વખત થયો” એ અર્થ, બ્રાહ્મણને માટે “સંધ્યા કરવાને સમય થ” એ અર્થ અને કામીને માટે “પ્રિયજનને મળવાનો વખત થયો” એ અર્થ સૂચવે છે. પરંતુ વક્તાને શું અભિપ્રેત છે? આ એક સમસ્યા છે જેનો ઉત્તર આપો સરળ નથી. આ જ સમસ્યા બુદ્ધના ઉપદેશો વિશે છે. સ્વાભાવિક રીતે જ તે સત્ય શોધવા આપણે માટે તેમનાં વચનો જેમાં સંગૃહીત છે તે ગ્રંથન તેમ જ તેમના જીવન અને ઉપદેશ વિશે લખાયેલ ગ્રંથન ચોકસાઈપૂર્વકનો અભ્યાસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તે ગ્રંથને અભ્યાસ કરતી વેળાએ હંમેશ તેમની સ્થિતિ વિશે જે કંઈ કહ્યું છે તેને ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રાચીનતમ ગ્રન્થરાશિમાંથી આપણને સાશ્ચર્ય જાણવા મળે છે કે આચાર્યોની પિતાની સમક્ષ પણ આ સમસ્યા ૩૫. લંકા, પૃ૦ ૧૩૪–૧૩૫; સદ્ધર્મપુ ૦, પૃ૦ ૪૬, ૪૮. બ્રહ્મયાન અને મહાયાન એક જ લાગે છે. ૬. ગવર્નમેન્ટ એરિએન્ટલ સિરીઝ, પૂના, ૧૯૨૪, પૃ૦ ૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82