Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના આપી છે અને એક જ યાનને પૃથ્વી પર અવતાર કરાવ્યું છે.૪૧ અને સ્વયં બુદ્ધ પણ કહ્યું છે કે : “મેં દેવયાન, બ્રહ્મયાન, શ્રાવક્યાન, પ્રત્યેક્યાન તથાગતયાન( = બુદ્ધયાન કે મહાયાન)ની વાત કરી છે. જ્યાં સુધી ચિત્ત પ્રવૃત્ત છે ત્યાં સુધી યાનોને કેઈ અન્ત નથી પરંતુ જ્યારે તે પરાવૃત્ત થાય છે અર્થાત પાછું વળે છે ત્યારે નથી કઈ યાન કે નથી કેઈ યાતા. હું જુદાં જુદાં યાનની વાત કરું છું પણ તે તો અજ્ઞાની લોકોને આકર્ષવા માટે જ છે.”૪૨
ઉપરનાં વિદ્યાને વેગાચાર દષ્ટિએ કરવામાં આવ્યાં છે એ તો પૂરતું સ્પષ્ટ છે. માધ્યમિક દષ્ટિએ નાગાર્જુન તેના નિરૌપમ્યસ્તવમાં કહે છે કે પરમાર્થ (= ધધાતુ) વિશે કોઈ ભેદ સંભવતો ન હોઈ, હકીકતમાં યાનને ભેદ છે જ નહિ; તેમ છતાં બુદ્ધ ત્રણ યાને (શ્રાવક-, પ્રત્યેકબુદ્ધ અને
૪૧. સદ્ધમંપુ ૦ ૨ઃ
उपायकौशल्य ममेवरूपं यत् त्रीणि यानान्युपदर्शयामि । एकं तु यानं हि नयश्च एक एका चियं देशन नायकानाम् ॥६९।। सर्वेहि तेहि पुरुषोत्तमेहि प्रकाशिता धर्म बहू विशुद्धाः । दृष्टान्तकैः कारणहेतुभिश्च उपायकौशल्यशतैरनेकैः ॥७२॥ सवे च ते देशयि एकयानम्
एकं च यानमवतारयन्ति ॥७३॥ ૪૨. લંકા, પૃ૦ ૧૩પથી
देवयानं ब्रह्मयानं श्रावकीयं तथैव च । ताथागतं च प्रत्येकं यानानेतान् वदाम्यहम् ॥२०३॥ यानानां नास्ति वै निष्ठा यावच्चित्तं प्रवर्तते । चित्ते तु वै परावृत्ते न यानं न तु यायिनः ॥२०४।। यानव्यवस्था नैवास्ति यानभेदं वदाम्यहम् ।।
परिकर्षणार्थ बालानां यानभेदं वदाम्यहम् ॥२०५।। ૪૩. સંપા. ટુચી, જ૦૦એ૦સી૦, ૧૯૩૨; પ્રભુભાઈ પટેલ, ઈહિ૦કવા, ૧૯૩૨,
ભાગ ૮, પૃ. ૩૧૯ (૨૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org