Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના
ઉપસ્થિત થઈ હતી. તેમને જોવા મળેલી ઘણી હકીકતો અને વિધાને તેમને પરસ્પર વિરોધી લાગ્યા; તેમને સંવાદી કરવા તેમણે સખત પ્રયત્ન કર્યો; અને એ રીતે તેઓએ એક સમન્વય સાધ્યો. તેમ છતાં નોંધવું જોઈએ કે કેટલીક વાર આ વિધાનો જે રૂપમાં આપણે આગળ રજૂ કરવામાં આવ્યાં છે તે રૂપમાં કાં તો બુદ્ધનાં, કાં તો સ્થવિરેનાં, કાં તો લેખકોનાં છે. પંરતુ આ કહેવાતી “બુદ્ધ-વાણું” ગમે તેટલી પ્રમાણભૂત હોય તે છતાં ય એમાંની વિસંવાદિતાઓને વિચાર કરવા આપણે અહીં નહિ રેકાઈએ, કારણ કે આપણે જે જાણવું છે તે તો તે બુદ્ધ-વાણીનું હાર્દ શું છે તે છે. - તે આપણને શું જોવા મળે છે? ભગવાન બોધિસત્વરૂપે સર્વના કલ્યાણ માટે અવતર્યા હતા. તેમને બધાયને મુક્ત કરવા હતા અને એમ કર્યા વિના તેઓ વિરામ લઈ શકે તેમ ન હતા. તેમણે ભિન્ન ભિન લોકોને તેમનાં ભિન્ન ભિન્ન વલણે લક્ષમાં લઈ તે પ્રમાણે કેળવ્યા. આજે છે તેમ તે વખતે પણ લોકોના ત્રણ વર્ગો હતા–નીચલે, મધ્યમ અને ઉચ્ચ. જેમ એક માતા પિતાનાં જુદી જુદી ઉંમરનાં બાળકોને એક જ જાતનો અને એક જ સરખો ખેરાક નથી આપતી તેમ બુદ્ધ બધાને નિઃસંશય એક જ વસ્તુ શીખવવા છતાં બધાં તે વસ્તુને સમજી શકે તે માટે તેમણે તેને જુદા જુદા શબ્દમાં, જુદી જુદી ભંગીઓમાં રજૂ કરી. આમ ઉપર કહેલી બન્ને બાબતોમાં તાત્વિક વસ્તુ તે બધાને જ આપવામાં આવી છે અને તે વસ્તુ એક જ છે, ભલેને તેનાં રૂપ જુદાં હોય. બરાબર આ જ રીતે નિષ્ણાત વૈદ્યરાજ બધા જ રોગીઓને એક જ ઔષધિ દેતા નથી પણ જુદા જુદા રોગીઓને જુદી જુદી આપે છે. તેમ છતાં તે બધાનો રોગ દૂર કરે છે. બુદ્ધને વારંવાર ખરેખર વૈદ્યરાજ સાથે સરખાવવામાં આવ્યા છે. અને તેમણે પોતે જ કહ્યું હોવાનું કહેવાય છે કે વૈદ્યરાજ રોગીઓને જુદી જુદી સારવાર અને દવા આપે છે છતાં આયુર્વેદશાસ્ત્રમાં ભેદ-વિરોધ નથી; રોગો જુદા જુદા હોવાને કારણે દવા જુદી જુદી આપવામાં આવે છે. તેથી બુદ્ધના ઉપદેશે જુદા જુદા નથી, તેઓ સંપૂર્ણ સંવાદી છે, એક છે. પરંતુ લોકોના ભિન્ન ભિન્ન વલણોને લક્ષમાં લઈને તેઓને જુદી જુદી રીતે પ્રયોજવામાં આવ્યા છે. ૮ અમુક એક જ દવા ૩૭. લલિતવિસ્તર, બિબ્લીવ ઈન્ડિકા, પૃ. ૪૪૮, ૪૫૮. ૩૮. લંકા, પૃ૦ ૨૦૪ :
वैद्या यथातुरवशात् क्रियाभेदं प्रकुर्वते ।। न तु शास्त्रस्य भेदोऽस्ति दोषभेदात् तु भिद्यते ॥११५॥
[ અનુસંધાન પૃ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org