Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ૧૫ ચાર મૂળભૂત સત્ય ભિખુઓ ! હું લેકે સાથે વિવાદ કરતો નથી, પણ લોકે મારી સાથે વિવાદ કરે છે. તે ભિખુઓ ! જે ધર્મવાદી છે તે કોઈની સાથે વિવાદ કરતો નથી.૨૯ - બુદ્ધ હંમેશાં કહ્યા કર્યું છે કે પોતે જે કંઈ સાક્ષાત્કાર કર્યો છે તે પિતાના અનુભવથી કર્યો છે. જે ધર્મ તેમણે ઉપદે તે એટલો વિશદ અને અસરકારક હતું કે લોકોમાં તે પસિવ” (અર્થાત, “દરેકને આવી પોતાની જાતે જેવા નિમન્નતો”) સિદ્ધાંત કહેવાય. વળી તે ધર્મને અનુસરવાનું ફળ આ જન્મમાં જ દેખાતું હોઈ તેને લોક સાિિબ્રા (=સરકિટવ અર્થાત્ “આ જ જીવનને”) ગણતા. તેમના ધર્મને આદિ, મધ્ય અને અંત સુંદર હતે. પરંતુ સમ્યફસંબધિના સાક્ષાત્કાર પછી જિંદગીનાં છેલ્લાં ઓગણપચાસ વર્ષ દરમિયાન બુદ્ધ શું ઉપદેશતા રહ્યા? તેઓ પોતાના સમયની ધાર્મિક અને દાર્શનિક વિચારધારાનું પાયાનું પ્રયોજન શું હતું તે સમજાવતા રહ્યા. અર્થાત્ તેમણે ચાર મૂળભૂત પાયાનાં સત્યે ઉપદેશ્યાઃ (૧) હેય અર્થાત્ જેમાંથી આપણે મુક્ત થવાનું છે, (૨) હેયહેતુ અર્થાત્ જેમાંથી આપણે મુક્ત થવાનું છે તેનું કારણ, (૩) હાન (મુક્તિ), (૪) હાનોપાય અર્થાત્ મુક્તિને ઉપાય. અને આ ચાર તે (૧) દુઃખ, (૨) દુઃખનું કારણ, (૩) દુઃખમાંથી મુક્તિ, અને (૪) દુઃખમુક્તિનો ઉપાય. આ ચારને સામાન્ય રીતે અનુક્રમે આયુર્વેદના (૧) રેગ, (૨) રેગનું કારણ, (૩) આરોગ્ય અને (૪) ભૈષજય (દવા) સાથે સરખાવ્યા છે. ભગવાને પોતે જ પ્રશ્ન ઊઠાવ્યો હતો કે : “મેં શેની દેશના આપી?” અને જવાબ પણ તેમણે જ ઉપર મુજબ આપ્યો. પરંતુ શા માટે તેમણે આ દેશના આપી? કારણ કે તેનાથી શ્રેય થાય છે, તેને ધર્મનાં મૂળ તો સાથે સંબંધ છે અને તે નિર્વાણ ભણી લઈ જાય છે. આ સમજવું ખૂબ સરળ છે, પણ જ્યારે વિશેષ વિગતો પ્રશ્ન આવે છે ત્યારે, બુદ્ધ જે કંઈ ઉપદેશ્ય છે તેને સંગૃહીત કરતાં લખાણે જેને ધારવામાં આવે છે તેની, તેમ જ તેમના નિર્વાણ પછી આચાર્યો અને લેખકોએ એમના ૨૯. ભય વૃ૦, પૃ. ૩૭૦: સ્ત્રો મા સાર્ધ વિવતિ નાë સ્ટોન સાર્ધ વિવામિ ! જુઓ સંનિ., ભાગ ૩, પૃ૦૧૩૮ : ૧ મિનવ ધર્મવી નવિ સ્મિ વિવતિ | ૩૦. સં મગ્ન સચિવા | દીનિ., ભાગ ૩, પૃ૦ ૭૬ ૩૧. દીનિ, ભાગ ૨, પૃ૦ ૨૧૭; વિશુદ્ધિમગ, પૃ. ૨૧૬ : દ્ધિ પર ફર્મ નં તિ પુર્વ पवत्तं एहि-पस्स-विधम् अरहति ति । ૩૨. યોગસૂત્રવ્યાસભાષ્ય, ૨.૧૫; સાંખ્યસૂત્ર પરની વિજ્ઞાનભિક્ષની ટીકા, ૧.૧ (પ્રસ્તાવના); ન્યાયસૂત્ર પરનું ઉતકરનું વાતિક ૧,૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82