Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના આવે. પરંતુ પોતે તો બેમાંથી એકેયને સ્વીકારતા નથી, કારણ કે તેમને સિદ્ધાંત તો બંનેથી મુક્ત છે.* બુદ્ધનું આ વલણ તેમના પ્રથમ પ્રવચન વખતે ય જણાય છે. પિતાને બેધિવૃક્ષ નીચે જે સત્યનો સાક્ષાત્કાર થયો તેને ઉપદેશ દેવાને તેઓ ઈચ્છતા ન હતા, કારણ કે એ જાણતા હતા કે એ સત્ય એટલું સૂમ છે કે મનુષ્યો તેને ગ્રહણ કરી શકશે નહિ. આ વાત લંકાવતાર(પૃષ્ઠ ૧૧૪)માં બહુ સ્પષ્ટપણે કહી છે. ત્યાં કહ્યું છે કે લોકે સત્યને સમજી શકે તેમ ન હતા અને તેથી તેઓને ગભરાવી ન મારવા તથાગતો તેમને પ્રશ્નો સમજાવતા નથી. ૧૭ આધુનિક વિદ્વાન બુદ્ધના આ મૌનને સમજાવવા પ્રયત્નો કર્યા છે. અને પ્રાચીન આચાર્યોમાં ય આ વિષય ઉગ્ર ચર્ચાને રહ્યો છે. પ્રશ્ન આ છેઃ શું બુદ્ધ પોતે આ પ્રશ્નોના જવાબ જાણતા હતા? તેમનું મૌન તેમના પિતાના અજ્ઞાનના કારણે હતું કે પછી તે સમસ્યાઓના ઉકેલો જાણતા હોવા છતાં ઉપરનાં કારણોસર તેમણે તેમની છણાવટ ન કરી? હવે, શું આપણે એવું ખરેખર વિચારી શકીએ કે બુદ્ધ પોતે આ સમસ્યાઓ વિશે કઈ ચોક્કસ નિર્ણય પર આવ્યા ન હતા અને તેથી તે મૌન રહ્યા હતા? જો એમ હોય તે, તે હકીકત છાવરવાથી તેમને શું લાભ? રખેને પોતાના શિષ્યો પિતાનામાં રહેલો વિશ્વાસ ગુમાવે એ બીકે બુદ્ધ જે ઉપદેશક પોતાના અજ્ઞાનને છુપાવે એવી કલ્પના કઈ પણ ન કરી શકે. માલ્કયપુત્ત સાથેના તેમના સંવાદમાં એ દીવા જેવું સ્પષ્ટ છે કે તેમને એની પડી ન હતી. કોઈ તેમનું ગુરુપદ ૧૬. શાશ્વતો છેનિકર્તા તરä સાતસમૈતન્ ! અયવસં૦, પૃ. ૬૨ १७. एवमायेनोत्तरोत्तरक्रमलक्षणविधिनाव्याकृताति पृष्टाः स्थापनीयं भगवताव्याकृतमिति वक्ष्यन्ति, न तु ते मोहपुरुषा एवं ज्ञास्यन्ति यथा श्रोतृणां बुद्धिवैकल्यात् , तथागता अर्हतः सम्यक्संबुद्धा उत्त्रासपदविवर्जनार्थ सत्त्वानां न व्याकुर्वन्ति । अव्याक्तान्यपि च महामते तीर्थकरदृष्टिवादव्युदासार्थ नोपदिश्यन्ते तथागतैः । तीर्थकरा हि महामते एवंवादिनो यदुत स जीवस्तच्छरीररमन्यो जीवोऽन्यच्छरीरमित्येवमाद्येऽव्याकृतवादः । तीर्थकराणां हि महामते कारणविसम्मूढानामव्याकृतम् , न तु मत्प्रवचने । मत्प्रवचने तु ग्राह्यग्राहकविसंयुक्ते विकल्पो न प्रवर्तते । तेषां कथं स्थाप्यं भवेत् । ये तु महामते ग्राह्यग्राहकाभिनिविष्टाः स्वचित्तदृश्यमात्रानवधारितमतयस्तेषां स्थाप्यं भवति । चतुर्विधपदप्रश्नव्याकरणेन महामते तथागता अर्हन्तः सम्यक्संबुद्धाः सत्त्वेभ्यो धर्म देशयन्ति । स्थापनीयमिति महामते कालान्तरदेशनैषा मया कृतापरिपक्वेन्द्रियाणां न तु परिपक्केन्द्रियाणां स्थाप्यं भवति । વળી, જુઓ તસ ૦, પશ્વિકા સહિત, કારિકા ૩૪૮ (પૃ. ૧૨૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82