Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના સ્વીકારતો હેઈ અને વ્યક્તિનું શરણ ન સ્વીકારતા હોઈ, નથી તો સત્યના માર્ગથી ચલિત થતો કે નથી બીજાની માન્યતાને ઉછીની લેતો.” - બુદ્ધના વ્યક્તિત્વનું બીજું એક ખાસ ધ્યાનમાં રાખવા જેવું લક્ષણ છે તેમની વ્યવહારુતા. કોઈ પણ રીતે ધ્યેયે ન પહોંચાડી શકનાર ઠાલું ચિંતન તેમને જોઈતું નથી. તેમને જોઈએ છે કર્મ. જેમ વૈદ્યરાજ જરૂરથી જરા ય વધારે કે જરા ય ઓછી દવા રોગીને દેતા નથી, તેમ ભગવાન પણ જ્યારે ખૂબ આગ્રહ કરવામાં આવે છે, ત્યારે જિજ્ઞાસુના ધ્યેયને સિદ્ધ ન કરે એવું બેલવા કરતાં મૌન રહેવું વધુ પસંદ કરે છે. વારંવાર પૂછવા છતાં જે વસ્તુઓને તેમણે ન સમજાવી તે વસ્તુઓ વિશેના તેમના સંવાદો આપણે અહીં યાદ કરીએ. તત્કાલ જાણવા માટે અહીં હું તમને તેમનો સાર આપું છું.' એ યુગમાં દેશમાં કેટલાક સિદ્ધાંત લોકોને મનને વિક્ષિપ્ત કરી રહ્યા હતા; જેમ કે, જગત નિત્ય છે, જગત અનિત્ય છે; જગતને અંત છે, જગત અનંત છે; આત્મા એક વસ્તુ છે, શરીર બીજી; તથાગતનું–સન્તનું મૃત્યુ પછી અસ્તિત્વ છે, તથાગતનું મૃત્યુ પછી અસ્તિત્વ નથી; તથાગતનું મૃત્યુ પછી અસ્તિત્વ ય નથી કે નાસ્તિત્વ ય નથી. - આ પ્રશ્નો ભગવાન બુદ્ધને જુદા જુદા પ્રસંગો ઉપર જુદી જુદી વ્યક્તિએાએ પૂછ્યા પણ તેમણે કદી તેમનો ખુલાસો ન કર્યો અને મૌન રહ્યા. ભગવાન બુદ્ધની દોરવણી નીચે જે માલુંક્યપુર ધાર્મિક જીવન ગાળી રહ્યો હતો તેણે એક વાર નિશ્ચય કર્યો કે આ પ્રશ્નોનો “હા” કે “નામાં સ્પષ્ટ જવાબ મેળવવો અને ભગવાન જે એવો જવાબ ન આપે તો તેમની આધ્યાત્મિક નેતાગીરી છોડી દેવી. ૧૧. બેધિસત્વભૂમિ, ૧.૧૭ (અભિ૦ કો૦ .૨૪૬) पुनर्बोधिसत्त्वः प्रजानन् युक्तिप्रतिसरणो भवति न स्थविरेणाभिज्ञानेन वा पुद्गलेन तथागतेन वा सङ्घन वा इमे धर्मा भाषिता इति पुद्गलसरणो भवति । स एवं युक्तिप्रतिसरणो न पुद्गलप्रतिसरणस्तत्त्वार्थान्न विचलति अपरप्रत्ययश्च भवति । કેટલીક વાર ગુાિ બદલે ધ° (= સત્ય) પાઠ મળે છે. મહાવું, હું ૭૪ : ધwત सरणेन भवितव्यं न पुद्गलप्रतिसरणेन । ૧૨. મ. નિ., ભાગ ૧, પૃ. ૪૨ ૬ થી, ૪૮૩થી; સં૦ નિ (અવ્યાકત સંયુત્ત), ભાગ ૪, પૃ. ૩૭૪ થી. ૧૩. બુદ્ધઘેષ પ્રમાણે આવા પ્રસંગેએ તથાગતનો અર્થ જીવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82