Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ ચાર પ્રકારના પ્રશ્નો સ્વીકારે કે ન સ્વીકારે તેની તેમને મન કાઈ ગણતરી ન હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે પેાતે દુઃખ શું છે, દુઃખનું મૂળ શું છે, દુઃખક્ષય શુ છે અને એના ઉપાય શો છે એનું વિશ્લેષણ કર્યું છે અને સ પ્રકારનાં દુઃખમાંથી મુક્ત થવુ' હાય તેા અનુયાયીઓએ તે પ્રમાણે જીવવું જોઈ એ. એવું કહેવાય છે કે, (દ્વીનિ॰ ૨, પૃ ૧૦૦) ભગવાને આ પ્રમાણે આનંદને, પાતે મરણપથારીએ હતા ત્યારે, કહ્યું હતું : “બાહ્ય સિદ્ધાંત અને ગુહ્ય સિદ્ધાંત એવા ભેદ કર્યા વિના મે સત્યની દેશના આપી છે, કારણ કે સત્યને વિશે હું આનન્દ ! તથાગતને આચાર્ય મુષ્ટિ જેવુ અર્થાત્ પેાતાની પાસે જ રાખવા જેવુ... કઈ નથી.” ૧૮ 6 તેા પછી તેમણે શા માટે સમસ્યાઓને સમજાવી નહિ? કારણ કે, જો તે ન સમજાવે તે એક વિકલ્પ ઊઠે અને હકીકતમાં મિલિન્દપ-હ( ૪.૨.૨૪)માં રાજાએ એ વિકલ્પ કર્યા છે. રાજાએ કહ્યુ` કે બુદ્ધનુ મૌન કાં તે તેમના અજ્ઞાનને કારણે હાય, કાં તા કઈક છુપાવવાની ઇચ્છાને કારણે હેાય. પરંતુ પેાતાના પુરાગામીએ અને સમકાલીનાનાં મંતવ્યેાના પડઘા પાડી રહેલા ભદન્ત નાગસેન તે પ્રતિવાદીને જવાબ દેવા સમર્થ હતા. તેમણે જણાવ્યું કે પ્રત્યેક પ્રશ્નને જવાબ દેવા ચાગ્ય નથી, કેમ કે પ્રશ્નો ચાર પ્રકારના હાય છે. તે આ પ્રમાણે છે : (૧) એકાંશવ્યાકરણીય—નિશ્ચયાત્મક 'હા' કે 'માં જેના ઉત્તર આપી શકાય. દાખલા તરીકે, ‘શુ' જે જન્મ્યા છે તે મરવાના ? ’ ‘ હા ’ એ તેનેા ઉત્તર છે. (૨) વિભયવ્યાકરણીય--વિભાગ કરીને જેના ઉત્તર આપી શકાય. દાખલા તરીકે, ‘શું મૃત્યુ પછી દરેક ફ્રી જન્મે છે?' આને ઉત્તર છે : ‘ ફ્લેશમાંથી જે મુક્ત થયા છે તે ફરી જન્મતા નથી પરંતુ જે ક્લેશાવિષ્ટ છે તે ફરી જન્મે છે.’ (૩) પ્રતિપૃચ્છાવ્યાકરણીય—સામે બીજો પ્રશ્ન કરીને જેના ઉત્તર આપી શકાય. દાખલા તરીકે, ‘ માણસ ચઢિયાતા છે કે ઊતરતા છે ?' અહીં સામે પૂછવુ· આવશ્યક છેઃ ‘કાની અપેક્ષાએ ?’ જો પશુની અપેક્ષાએ, તે તે ચઢિયાતા છે.’ ‘જો દેવાની અપેક્ષાએ, તે તે ઊતરતા છે.' (૪) સ્થાપનીય—જે બાજુએ મુકાવાને લાયક છે. દાખલા તરીકે, શું સ્કન્ધા એ જ સવ—જીવ—છે?' આ પ્રશ્ન ઉત્તરને લાયક નથી, કારણ - ૧૧ ૧૮. આ દેશમાં એક પુરાણી પ્રથા હતી અને હજુ અહીંતહી' તે ચલણમાં છે કે જીવનની છેક છેલ્લી ઘડીએ પોતાના માનીતા પુત્રને કે શિષ્યને ખેલાવી મરતે માણસ રહસ્ય જણાવે, આને ‘આરિયમુર્ત્તિ', ‘ આચાય મુષ્ટિ ’ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82