Book Title: Buddha Dharma Darsanani Payani Vibhavana
Author(s): Vidhushekhar Bhattacharya, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના કે બૌદ્ધો અનુસાર સર્વ જેવું કશું જ્ઞાત નથી. અને તેથી આ પ્રશ્ન એ આવા પ્રશ્ન બરાબર છે : “વધ્યાપુત્ર શ્યામ છે કે ગૌર? ૧૯
અને ઉપર જેને ઉલ્લેખ છે તે સમસ્યાઓ હકીકતમાં છેલા પ્રકારની છે અર્થાત્ ઉપેક્ષાને લાયક છે, બાજુએ મુકાવાને લાયક છે. શા કારણે કારણ કે આ વસ્તુઓ એવી છે જે શબ્દોથી સમજાવી શકાય નહિ. દૂધની, સાકરની અને મધની મધુરતાની માત્રાને ભેદ સ્વયં વિદ્યાદેવી સરસ્વતી હજાર વર્ષેય શબ્દમાં ન ઉતારી શકે. તે તો વ્યક્તિએ પોતે જાત-અનુભવથી જાણવાની વસ્તુ છે. વેદાન્તીઓને માટે આ વાત નવી નથી. ઋષિઓ કહે છેઃ નથી ત્યાં આંખની પહોંચ, કે નથી ત્યાં વાણીની પહોંચ કે નથી મનની. એનો ઉપદેશ શી રીતે આપવો તે અમે જાણતા નથી કે સમજતા નથી, કારણ કે જે પૂર્વજોએ આ તત્વની અમને સમજ આપી હતી, તેમને અમે એમ કહેતા સાંભળ્યા છે કે “એ તત્ત્વ જેટલી વસ્તુઓ આપણે જાણીએ છીએ તેનાથી જુદું છે અને જે નથી જાણતા તેનાથી પણ પર છે.” (કેનો૦ ૧.૩)
એ જ ઋષિઓએ આપણને વધારામાં જણાવ્યું છે કે, “તેને જાણ્યું છે એમ માનનારે તેને નથી જાણ્યું અને નથી જાણ્યું એમ માનનારે તેને જાણ્યું છે.” (કેનો૦ ૨.૩)
વળી તેઓ કહે છે, “તેની પાસેથી વાણી મન સાથે પાછી ફરે છે.” (તૈત્તિરીય- ૨.૪.૧). આવી જ વાત શંકરે બ્રહ્મસૂત્રમાં ટાંકેલા એક વૈદિક ૧૯. અભિકો. ૫.૨૨
[ gફોન વિમાન પૃછાત સ્થાપનીયતઃ व्याकृत ] मरणोत्पत्तिविशिष्टात्मान्यतादिवत् ।।
જુઓ લંકા), પૃ. ૧૧૬, ૨૮૦; મહાવ્યુ, હું ૮૬; દીનિ, ભાગ ૩, ૨૨૯; અંનિ, ભાગ ૧, ૧૯૭, ભાગ ૨, ૪૬; મિલિન્દ , પૃ૧૧૪; વેગસૂત્ર
વ્યાસભાષ્ય, ૪.૩૩ ૨૦. સરખાવો ? શૂન્યતા સર્વેદનાં પ્રો. નિઃસરળ નિનૈઃ |
येषां तु शून्यतादृष्टीस्तान् असाध्यान् बभाषिरे ॥
આ કારિકા ચતુ શતક ઉપરની ચંદ્રકાતિની ટીકા(વિશ્વભારતી પ્રકાશન )માં ૨૭૨ મા પાને છે; બાધિ૦૫૦, પૃ૦ ૪૧૪; સુભાસં ૦, પૃ. ૨૫-૨૬; અભિસમયાલંકારાલેક, ગાસિ૦, પૃ૦ ૪૭૮.
એનો અર્થ એ છે કે બધી મિથ્યાદષ્ટિઓમાંથી મુક્ત થવાના ઉપાય તરીકે . જિનોએ શૂન્યતાને ઘોષિત કરી છે. પરંતુ જેઓને શ્રયદષ્ટિ છે અર્થાત જેઓને શૂન્યતા પ્રત્યે અભિનિવેશ છે તેઓ અસાધ્ય છે, તેમને માટે કોઈ ઉપાય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org