Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ એક રીતે જોઈએ તો પ્રસ્તુત ગ્રંથને વિવેચનગ્રંથ કહી શકાય. આચાર્યશ્રી માનતુંગ દ્વારા રચિત “ભક્તામરસ્તોત્ર'ની અહીં સમીક્ષા કરવામાં આવી છે, પરંતુ આ સમીક્ષાનો હેતુ રસાસ્વાદનો છે. કવિકર્મની ભાવાત્મક અભિવ્યક્તિ અને તેમાં રહેલાં રસસ્થાનોનો પરિચય કરાવવાનો ઉપક્રમ વિશેષ છે. એ દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત ગ્રંથને આસ્વાદગ્રંથ જ કહેવો જોઈએ. જૈન ધર્મમાં “ભક્તામરસ્તોત્ર'નો આગવો અને અનેરો મહિમા છે. આ સ્તોત્ર સાથ ચમત્કારની ઘટના સંકળાયેલી છે. શ્રદ્ધા અને ચમત્કાર ક્યારેક એકમેકમાં એવાં તો ઓતપ્રોત થઈ જાય છે કે તેમને અલગ પાડવાનું અઘરું બની રહે છે. આચાર્ય મહાપ્રજ્ઞજી એવા અધ્યાત્મમનીષી છે કે જેઓ સ્થૂળ ચમત્કારોની ભૂમિકા ઉપર રહેવાનું સ્વીકારતા નથી. પ્રત્યેક ચમત્કારની પાછળ રહેલા કોઈ ને કોઈ નિયમની ગહન તપાસ કરવા તેઓ ઉધત બને છે. મંત્ર, સ્તોત્ર, પ્રાર્થના અને સ્તુતિ વગેરે તો માધ્યમ છે. એ દ્વારા ભક્તહૃદય પોતાની શ્રદ્ધાને અભિવ્યક્ત કરે છે. એવી ભાવપૂર્ણ શ્રદ્ધામાં તરબોળ થવાની અનોખી તક પ્રસ્તુત ગ્રંથ બક્ષે છે. VII શ્રદ્ધાની અભિવ્યકિતનો આસ્વાદ પ રોહિત શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194