Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ મુક્તિ-પથનો પથિક વિશુદ્ધ આધ્યાત્મિક પરમ થકી અનુરક્ત, પદાર્થ થકી વિરક્ત તોડી રહ્યો હતો આન્તરિક અવરોધ સહન કરી રહ્યો હતો બાહ્ય પ્રતિરોધ એ અધ્યાત્મ-ઉત્તુંગ બંદી હતા માનતુંગ દરેક દ્વાર પર લગાડેલાં હતાં તાળાં લોખંડની બેડીઓ અને સાંકળો ચારે તરફ પ્રહરી પરિસ્થિતિ હતી આકરી તો પણ હતો અચલ હિમાલય વજ જેવો સંકલ્પ, અભયનો આલય. સંપાદકીય જગ્યું આ ચિંતન આત્મવિશ્વાસ થકી સ્પદન જેની સ્તુતિ દ્વારા તૂટે છે કર્મ-બંધન કેમ નહીં છૂટે આ અયસબંધન ? જાગ્યો એક દઢ સંકલ્પ આસ્થાનો અભેદ વલય આદિનાથના ઋષભનું શરણ નિબંધ અન્ત:કરણ. બન્યા ધ્યાનલીન, ચિન્મય આરાધ્યની સાથે તન્મય ફૂટ્યો શક્તિનો સ્ત્રોત ભક્તિ થકી ઓતપ્રોત સાધ્યું અભેદ-પ્રણિધાન એક લય એક તાન અસંખ્ય ઋષભ સ્તુતિ કાવ્યમય પ્રસ્તુતિ ધીર-ગંભીર સ્વરલહરી તૂટ્યાં તાળાં, તૂટી બેડી છૂટી ગયાં સઘળાં બંધન વિસ્મિત તું રાજ્ય-પ્રબંધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194