Book Title: Bhaktamar Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 6
________________ શ્વેતામ્બર સંપ્રદાય દ્વારા રદ કરાયેલ પ્રાતિહાર્યોનાં બોધક ચાર નવાં પદ ઉમેરવવામાં આવેલ છે. આ રીતે પદોની સંખ્યા પર ગણવામાં આવી છે. હકીકતમાં આ સ્તોત્રમાં ૪૮ પદો છે. ડૉ. નેમિયજ શાસ્ત્રીએ આચાર્ય માનતુંગના સમય વિશે બે વિચારધારાઓનો ઉલ્લેખ કર્યો છે - “ઐતિહાસિક વિદ્વાન માનતુંગની સ્થિતિ હર્ષવર્ધનના સમયમાં માને છે. ડૉ. એ. બી. કીર્થ માનતુંગને બાણના સમકકલલીન ગણાવ્યા છે. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર . "પ્રેમી”એ પણ કવિને હર્ષકાલીન ગણાવ્યા છે. ભક્તામરનો રચનાકાળ સાતમી સદી છે. એક માન્યતા દ્વારા માનતુંગ પહેલાં શ્વેતામ્બર મુનિ બન્યા, પછી થોડાક સમય બાદ દિગંબર મુનિ બન્યા. બીજી માન્યતા એ છે કે - આચાર્ય માનતુંગ પહેલાં દિગંબર મુનિ અને થોડાક સમય પછી શ્વેતામ્બર મુનિ બન્યા. દિલ્હી ચાતુર્માસમાં (ઈ. સ. ૧૯૯૪)માં ભક્તામર વિશે પ્રવચનનો પ્રારંભ થયો. લાડનું ચાતુર્માસ (ઈ. સ. ૧૯૯૬) સુધી આ ક્રમ ચાલ્યો. કેટલાંક પ્રવચનો પૂજ્ય ગુરુદેવ શ્રી તુલસીના સાંનિધ્યમાં અને કેટલાંક પ્રવચનો સ્વતંત્ર રીતે અપાયાં. પ્રસ્તુત પુસ્તકમાં ભક્તામર વિશે આપવામાં આવેલ બાવીસ પ્રવચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આના સંપાદનમાં મુનિ ધનંજયકુમારે નિષ્ઠાપૂર્ણ પરિશ્રમ કર્યો છે. પ્રસ્તુત પુસ્તકના પરિશિષ્ટમાં પ્રદત ભક્તામરનો અનુવાદ સાધ્વી વિશ્રુતવિભા દ્વારા થયેલ છે. આ ગ્રંથની ગુજરાતી આવૃત્તિના અનુવાદ-સંપાદન કાર્યમાં શ્રી રોહિત શાહ તથા શ્રી શુભકરણ સુરાણાએ પરિશ્રમ લીધો તેરાપંથ-ભવન ગંગાશહર (રાજસ્થાન) - આચાર્ય મહાપ્રજ્ઞ Ay ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194