________________
સંભારે ? અધૂરામાં પૂરું હવે તો કામધેનુઓ પણ દૂધ ચોરી જાય છે, પહાડોમાં ચિંતામણિ-રત્નનાં દર્શન દુર્લભ બન્યાં છે. દુર્લભતાનાં દૈન્ય અમને ઘેરી વળ્યાં છે, વળી એકબીજાનું લઈ લેવાની વૃત્તિ અમારામાં જાગી છે. મમત્વ સહુને પીડા કર્યા કરે છે. હે દેવતા, અંતર અમા
મને મળે એ ઇચ્છા
ચોર બન્યું છે. બાહ્ય રીતે અમે અચોર હોવાનો ભલે દંભ સેવીએ’’
“આમ કેમ બન્યું ? તમે જાણો છો ?”’
“હા સ્વામી, દૈવી કોપ !”’
એ કેમ શમશે ? જાણો છો ?''
“પૂજારી કહે છે કે પૂજાથી, અર્ધ્યથી, આહુતિથી, યજ્ઞથી.”
યુગલિકો, માનસરોવર જવા ઇચ્છનારો મરુભૂમિ તરફ જાય તો એની ગમે તેવી મહેનત હોય છતાં માનસરોવરનાં મીઠાં જળ એને લાધશે ?'' “અમે કંઈ ન સમજ્યા, દેવ !’”
-
“તમારા અજ્ઞાને જ આ અંતસ્તાપ જન્માવ્યો છે. તમારી વહેમી પ્રકૃતિ ને તમારા ભયભીત મને જ આ કકળાટ રચ્યો છે. તમે માર્ગ ભૂલ્યા છો. તમે આજ સુધી ભયની પૂજા કરી છે ને ભય મેળવ્યો છે. વિશ્વના અચળ નિયમને તમે હેતુપૂર્વક ઉલ્લંધવા પ્રયત્ન કર્યો છે. ને તમારા ખજાને ખોટ આવી છે !’” તેજસ્વી યુવાને પ્રકાશધારા જેવી પોતાની વાણીને છૂટી મૂકી.
“પ્રકૃતિની અપાર શક્તિને તમારી પુરુષશક્તિ પિછાની ન શકી. માતા પ્રકૃતિના હાથમાંથી ભરણપોષણનો ભાર તમે માથે લીધો. પેટપૂર જોઈએ એ તમારો પહેલો હક ! પેટ પર પોટલો બાંધવાની વૃત્તિ એ તમારું પહેલું પાપ ! તમારા હૈયામાંથી આશા ગઈ, તમે શ્રદ્ધા ખોઈ, સયન ખોયો, સ્વાસ્થ્ય ખોયું. એ બીજું પાપ ! પરિણામે ચોરી તમારી જીવનવૃત્તિની મુખ્ય પ્રવૃત્તિ બની. ઉંદરવૃત્તિ એ તમારું ૫૨મ ધ્યેય બન્યું. પુરુષાર્થના બદલે આલસ્યને તમારો અધિનેતા બનાવ્યો. હિંમતને બદલે ભીરુતા, સ્વતંત્રતાને બદલે દાસતાં તમે અપનાવી. એ પાપે આ કલ્પવૃક્ષોએ તમારાથી ચોરી આદરી. કસ્તુરી મૃગ હવે અહીં નહીં ચરે ! કામધેનુ હવે અહીં નહીં દૂઝે ! કલ્પવૃક્ષો હવે અહીં નહીં ફળે !” અંધારઘોર રાત્રિમાં જાણે પ્રકાશનો પો ફાટતો હતો “સ્વામી, અમારી આજ સુધીની સર્વ આરાધના જૂઠી ’'
“ભીરુની સર્વ આરાધના જૂઠી ! તમે મૃત્યુથી ડરો છો, કષ્ટી કંટાળો છો. ભીરુતા તમારી રગેરગમાં વ્યાપી ગઈ છે. ભીરુનો કોઈ ધર્મ નહીં. ૨૦ * ભૃગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org