________________
“આ મિષ્ટ શિકાર લઈને હવે નાસી છૂટવું અશક્ય છે. ખાવું નહીં તો ખાવા પણ ન જ દેવું મહાપ્રાણી અષ્ટાપદને અર્ધી દો.”
–ને તેઓ આકાશમાં સરી આવતા ભયંકર વાદળ તરફ હાથ જોડીને અને સાથેના મૂચ્છિત શિકારને સમક્ષ ધરીને ઊભા રહ્યા.
ભયંકર વાદળ અંધકારમાં સરતું સમીપ આવતું હતું. એ ભયંકર પક્ષી હતું કે પ્રાણી એ સમજાતું નહોતું. એને મોંના બદલે મોટી ભયંકર ચાંચ હતી; બેને બદલે આઠ પગ હતા, ને પગને એક ઝપાટે ભલભલા પ્રાણીને ચીરી નાખે તેવા તીક્ષ્ણ નહોર હતા: એની ભારે પાંખોના ફફડાટમાં માણસ ઊડી જાય એટલો વેગ હતો. એની આંખો પીળી ધમરખ જેવી ચમકતી હતી. ને એ જ્યારે શ્વાસ લેતું ત્યારે અગ્નિની જ્વાલાઓ નાકવાટે આવ-જા કરતી.
“અરે, આ તો મહાપ્રાણી અષ્ટાપદ આવ્યું, ભાગો !”
કુમારની પાછળ આવી રહેલા વનવાસીઓ ભયથી ધ્રૂજી ઊઠ્યા. કેટલાક તો અષ્ટાપદના નામમાત્રથી ત્યાં જ બેભાન બનીને પડી ગયા.
કુમારનો પ્રિય ઐરાવત પણ પળવાર થંભી ગયો. અષ્ટાપદ તો હાથીઓનો કાળ–દેખ્યા ન મૂકે. અષ્ટાપદની વીંઝાતી મોટી પાંખોના સુસવાટા જ્યાં સંભળાય ત્યાં ગમે તેવા ઉચ્છખલ હાથીના ધણના ય મોતિયા મરી જાય.
અષ્ટાપદે ભંયકર કિકિયારી કરી. ઐરાવતે સૂંઢ મોંમાં નાખી દીધી. વનવાસીઓ ભૂમિ પર પડી એ મહાપ્રાણીને પ્રણામ કરી રહ્યા, ને પોતાની રક્ષા માટે ચિત્રવિચિત્ર પ્રાર્થનાઓ કરવા લાગ્યા. - પેલા અંધાર-ઓળાઓએ પોતે ઉપાડેલો બોજ ભક્ષ તરીકે આગળ ધરી દીધો. મહાપ્રાણીએ હર્ષની એક કારમી ચીસ નાખી. એના અવાજથી પાસેનાં વૃક્ષ પણ હાલી ઊઠ્યાં. એણે પહાડની કરાડ પર પોતાના પંજા ગોઠવી ચાંચ લંબાવી.
ભક્ષ નિશ્ચેતન પડ્યો હતો. એના શ્વાસોચ્છવાસમાં રમતી અગ્નિરેખાના પ્રકાશમાં જોયું, તો કોઈ મહાસુંદર, અત્યંત સ્વચ્છ, ફૂલ જેવી સુકોમળ સ્ત્રી ભરનિદ્રામાં સામે પડી હતી.
બાળક કરતાંય સ્ત્રીના ભક્ષમાં અતિ મીઠાશ, એમાં પણ જો ગર્ભિણી હોય તો એના તો સ્વાદની કોઈ સીમા જ નહીં. તાંબાના મોટા દરવાજા જેવી એ પ્રાણીની ચાંચ પહોળી થઈ. એ આછી તણી વન કંપાવતી કિકિયારી કરતું ભક્ષને લેવા જાય છે, ત્યાં કોઈએ પથ્થરનો ઘા કર્યો, એ ઘા મહાપ્રાણીના
અષ્ટાપદના પંજામાં જ ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org