________________
જતાં જતાં છેલ્લે પૂછ્યું : “ભરત, દેવી સુનંદાની માંદગી ગંભીર છે. બાહુબલી તો આખો દિવસ ત્યાં જ રહે છે. પિતાજી પણ ત્યાં જ મુખ્યત્વે હાજર રહે છે. તને વખત નહીં મળતો હોય ?”
“સુંદરી, મારા કાર્યની મહત્તા તો જો ! શાસનપ્રચાર માટે કેટલી જહેમત વેઠવી પડે છે. એક દિવસ આખી પૃથ્વી પર પિતાનું શાસન ને ભરતની આજ્ઞા ચાલતી હશે. આજકાલ પિતાજીએ શાસનનો ભાર મને સોંપ્યો છે. આ આયુધશાળામાંનું જ કામ ઘણું મોટું છે, ત્યાં વળી શાસનનો ભાર !” “સારું.” સુંદરી વધુ ન બોલી.
ભરતની વાત સાચી હતી. પૃથ્વીનાથ હમણાં દેવી સુનંદાની માંદગી પાછળ ઘણો સમય વ્યતીત કરતા. કણ કણ ગળી રહેલી સુનંદા પોતાના પ્રિય સખાની હાજરીથી દુઃખમાં પણ સુખનો અનુભવ કરતી. આ કારણે ભરતે શાસનનો ભાર પોતાના માથે લઈ લીધો હતો, ને ભાવિની પોતાની યોજનાઓને આજથી સક્રિય બનાવવી શરૂ કરી હતી.
કુમાર ભરતનું નિયમન કડક હતું. પૃથ્વીનાથને સહુએ સ્વીકાર્યા હતા, સ્વામી તરીકે માન્યા હતા, પતિ તરીકે પૂજ્યા હતા, પણ એ તો કહેતા કે હું સ્વામી દુષ્ટોનો, પતિ અપરાધીઓનો ! બીજાં પ્રજાજનો જેઓ સુદક્ષ ને ચતુર છે, એમનો તો મિત્ર ! એમના પર મારે રાજ્ય ચલાવવાનું ન હોય !
પૃથ્વીનાથની પોતાની દૃષ્ટિએ જે વાત સાચી હતી, એ બીજાની દૃષ્ટિએ બહુ મુશ્કેલ હતી. કોણ સજ્જન ને કોણ દુષ્ટ એ ઓળખી કાઢવું સહેલું નહોતું.
પૃથ્વીનાથ કહેતા કે પાણી સ્વચ્છ હોય તો તેમાં ગમે તેનો, ગમે તેવો પડછાયો પકડી શકાય; દુષ્ટની દુષ્ટતા નજર સામે આવતાંની સાથે પરખાઈ જાય ! પણ આ વાત પૃથ્વીનાથ ઋષભદેવ માટે જેટલી સહેલી હતી, એટલી બીજા માટે દુષ્કર હતી. આજે જે સારો લાગતો, કાલે તે ખરાબ બની જતો. આ માટે કુમાર ભરતે એક સર્વસાધારણ નિયમન યોજી સર્વને કાબૂ નીચે આણ્યાં હતાં. એક પ્રિય બંધન તરીકે નિયમન આજ સુધી સ્વીકારનારા આ ફરજિયાત બંધનથી અકળાયા. કોઈ ઊંચા-નીચા થયા, પણ કુમાર ભરતની તો એક જ આજ્ઞા છૂટી :
“આબાલવૃદ્ધ સહુએ આ શાસન સ્વીકારવું જોઈશે; શાસનના હિત માટે
૨૧૪ * ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org