Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 317
________________ ચાલ્યા ગયા. આ ચાર માર્ગમાંથી કયે માર્ગે ગયા, એ પણ કંઈ જણાયું નથી.’’ રાજા બાહુબલી કંઈ બોલી ન શક્યા. તેઓ જ્યાં પૃથ્વીનાથ રાત રહ્યા હતા, ત્યાં ગયા. એ ભૂમિ સુંદર લક્ષણવાળાં પદ્મચિહ્નોથી યુક્ત હતી. એ પદ્મચિહ્નો જોતાંની સાથે રાજાજીનું વજ્ર જેવું હૈયું મીણની જેમ દ્રવી ગયું. એ આંખમાંથી અશ્રુ સારતા વિલાપ કરવા લાગ્યા : “ધિક્કાર છે હતભાગી મને ! અરે, હાથમાં આવેલો અમૃતનો પ્રસાદ હું આરોગી ન શક્યો. દિશાઓમાંથી ફૂંકાતા શીતળ વાયરાની વચ્ચે પ્રભુએ રાત્રિ નિર્ગમી, ત્યારે મેં મૂરખાએ પ્રાસાદમાં આરામ સેવ્યો. અરે, હું મહાસ્વાર્થી છું ! જેના પ્રતાપે મને આ સમૃદ્ધિ ને આ જીવન સાંપડ્યું, એની લેશ પણ સેવા ન કરી શક્યો ! આ રાજને, આ સમૃદ્ધિને, આ સુખને ધિક્કાર હો ! અરે, આ જ તો મને આ જીવિતાનો પણ ભાર લાગી રહ્યો છે.’ પોતાના પ્રિય રાજાજીનો વિલાપ હૃદયભેદક હતો. તમામ પ્રજા પણ ગદ્ગદ કંઠે પોતાના ભાગ્યનો શોચ કરવા લાગી. શોક-શલ્યથી રાજા અને પ્રજા સહુ વીંધાઈ ગયાં. આ વેળા રાજ્યના શાણા સચિવે રાજાજીને પ્રણિપાત કરતાં કહ્યું : “હે રાજન્, શું તમે નહોતા કહેતા કે પૃથ્વીનાથ તો સદા મારા અંતરમાં વસ્યા છે. જો આજ તમારા અંતરમાં વસી જ રહ્યા હોય તો દર્શનથી શું વિશેષ છે ? દર્શનના મોહને તો પૃથ્વીનાથ પોતે પણ યોગ્ય ગણતા નથી. એમના શાસનના મોહને સ્વીકારો. એવો પુરુષ દેહમાં જીવતો નથી, ભાવનામાં જીવે છે; એ આપણે કયાં જાણતા નથી ?”’ “પણ એ મારા પિતાજી છે, મંત્રીવર્ય, છૂંદેલા ખોળા યાદ આવે છે.” “આપની નબળાઈ છે. જેણે રાજપાટ, ધનવૈભવ, પુત્રપરિવાર તજ્યાં, એના પુત્રને આ ન શોભે ! ચાલો, આપણે સહુ પ્રભુજીનાં પદચિહ્નને પૂજીએ, ને એમના ઉપદેશોને જીવનમાં ઉતારીએ.’’ આણેલી સ્વાગત-સામગ્રી એ પદચિહ્નની આસપાસ બિછાવી, સહુએ ઘૂંટણીએ પડીને પ્રણિપાત કર્યા. આ વેળા શાણા સચિવે અંજલિ જોડીને કહ્યું : “હે રાજાજી ! આજ અમે પૃથ્વીનાથનું જીવન સાંભળવા માગીએ છીએ. એમણે અનાથ સુનંદાને કેવી રીતે સનાથ કરી, જંગલી જીવોને કેવી રીતે માનવ બનાવ્યાં, આજની આ જીવનોપયોગી કળાઓનો કેવી રીતે વિકાસ કર્યો, શતયજ્ઞ કરીને કેવી ૨૯૮ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330