Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 326
________________ જગાવે છે, તેમ તમે બીજાને કઠોર વચન કહી હૈયાઝાળ ઊભી ન કરશો. કોઈ તમારા તરફ દુષ્ટ વર્તન ચલાવે એ તમને ગમતું નથી; તમે પણ કોઈની તરફ દુષ્ટ વતન ન દાખવશો. તમારાં મન, વાણી ને કર્મ નિર્મળ, પ્રેમભર્યાં ને નિર્દેશ બનાવજો ! “એક અટલ સિદ્ધાંત કદી ન વિસ્મરશો : જેવું વાવશો તેવું લણશો; જેવું કરશો તેવું પામશો. લીમડાનું બી વાવી આમ્રની આશા રાખવી વ્યર્થ છે. આ સંસાર વ્યવસ્થિત ધોરણો પર ચાલી રહ્યો છે. તમારા ખરાબ કે સારા વિચાર કે વર્તનનું પરિણામ નિશ્ચિત છે. - પ્રેમને તમારો દેવ બનાવજો. ભીરુતાને જીવનમાંથી ફગાવી દેજો. કર્મ કરનાર પુરુષાર્થીની કદી હાર નથી, એનો કદાપિ પરાજય નથી એ મનમાં ધારી રાખજો ! તમારો આત્મા જ તમારો દેવ, આ પૃથ્વી તમારું દેવાલય ! સચ્ચરિત્રતા, સત્યનિષ્ઠા ને વહાલભર્યું વર્તન એ તમારી પૂજા ! તમારા સત્કર્મને એક ભવની મર્યાદાથી થંભાવશો ના ! આત્મા જ્યાં સુધી શુદ્ધ, બુદ્ધ ને મુક્ત નથી થયો, ત્યાં સુધી ભવોની પરંપરા સુધી – સત્કર્મનો તમને સાથ મળશે. = “સારું કરવું ને નઠારું તજવું; સારું કૃત્ય એટલે પુણ્ય, નઠારું કર્મ એટલે પાપ; એ પુણ્ય ને પાપની સાંકળો તમને કોઈ રાજાના કૃપાપ્રસાદ કે રાજાના દંડની જેમ સદા વીંટાયેલી રહેશે. તમે રાજાના મારથી માનો, ત્રાસથી તાબે રહો, શિક્ષાના ભયથી ફરજ અદા કરો, બીકથી પ્રામાણિક બનો, એમાં તમારી વિશિષ્ટતા શી ? એમાં તો એક રીતે તમે શરીરે પ્રામાણિક હો, છતાં મનથી તો ચોરના ચોર હો. રાજા તમારા નસીબે સદા રહે. એ ફરતાં તમે સ્વયં આત્મિક શાસનનો સ્વીકાર કરો ! આત્મદેવને હાજરાહજૂર સમજી પાપથી ડરો ! પુણ્યથી પરવરો ! આ મારું નવું શાસન છે. તમારો દેહ એનું પાટનગર છે. તમારી ઇંદ્રિયો એનું સૈન્ય છે. તમારો આત્મા એનો રાજા છે. ત્યાગ એની સમૃદ્ધિ છે. પ્રેમ ને કરુણા એનો ખજાનો છે.” પ્રભુએ પોતાનો ઉપદેશ થંભાવ્યો. એ પવિત્ર સ્વરોનાં વર્તુલો વાતાવરણને અજવાળી રહ્યાં. “પ્રભુ, હું આપના શાસનનો સ્વીકાર કરું છું.” બ્રાહ્મીએ ઊભી થઈને કહ્યું. Jain Education International પ્રભુ, તુજ શાસન અતિ ભલું * ૩૦૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330