Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 328
________________ ૩૬ પ્રસ્થાન. આથમતી સંધ્યાની સામે પોતાનું સોનલવણું મુખ રાખીને સુંદરી બેઠી હતી. ભરતના છેલ્લા વ્યવહાર પછી એ વ્યાકુલમના બની હતી. એણે પોતાના શ્યામ કેશ છૂટા મૂકી દીધા હતા, ને અલંકાર સર્વ ઉતારીને અલગ કર્યા હતા. પણ સાચું સૌંદર્ય અલંકાર કે અંગરાગની પરવા કયે દિવસે કરે છે! કાળું કાળું અંજન ગીર ગૌર ગાલ પર આવીને કેવી કમનીય શોભા ધારણ કરે છે ! વિચારમગ્ના સુંદરી ન જાણે કયાંય સુધી બેસી રહી. રાજપ્રાસાદનો આકાશદીપ પ્રગટ્યો, તેની પણ તેને ભાળ ન રહી. એકાએક કોઈએ તેની આંખો દાબી. અરે ! આવી ઉદાસી પળે કોને આ મસ્તી સૂઝી ! સુંદરીએ કંટાળાભરેલી રીતે એ હાથોને દૂર કર્યા, ને પાછળ કોણ ઊભું છે તે જોયા વગર કહ્યું : “ભરત, મને આ ચાળા પસંદ નથી. મારું મન પિતાજીના નવા શાસનમાં છે.” સુંદરી, પછી મારા આ શાસનનું શું ? મા ગયાં, દાદી ગયાં, ભાઈ ગયો, પુત્ર ગયો, બહેન ગઈ; શું મારું ચક્રવર્તીત્વ આવું દુઃખિયારું હશે કે મને કોઈની છાયા જ નહીં ! નાનું કે મોટું, સારું કે ખોટું – આ શાસન પણ પિતાજીનું જ પ્રવર્તાવેલું છે ને ? ભરતના શબ્દોમાં આર્જવતા હતી. સુંદરીને એ સ્પર્શી રહી. પણ મને હવે આવી વાતોમાં રસ રહ્યો નથી." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330