Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 327
________________ “આ નગર ને આ પ્રાસાદની મૂચ્છ તજવી પડશે.” પ્રભુએ કહ્યું. તૈયાર છું.” “અને પ્રભુ હું પણ...” એક કોમળ કંઠનો અવાજ સંભળાયો. કોણ, પુંડરીક ?” હા, બાપુજી !” “તું બાળ છે. મારા શાસનની કઠોરતા...” “બાપુજી, શું સિંહનું બાળ નાનું હોય એથી સિંહ મટી જાય છે ? મારે આપના નવા શાસનનો સ્વીકાર કરવો છે.” “અસ્તુ !” “અને પિતાજી, હું પણ...” એક ખૂણેથી અવાજ આવ્યો. એ સુંદરી હતી, પણ એને ઊભી થયેલી જોતાંની સાથે રાજા ભરતદેવ ઊભા થઈ ગયા, ને અડધેથી વાક્ય ઉપાડી લઈ બોલ્યા : ...ને હું પણ પૃથ્વીનાથ. હું ને સુંદરી નગરમાં ને પ્રાસાદમાં સાથે રહીને શું આપના શાસનનો યત્કિંચિત્ પણ સ્વીકાર ન કરી શકીએ ?” “અવશ્ય. સબળ આત્માને કોઈ બંધન નડતાં નથી.” “હે આદિ પૃથ્વીનાથ, આપે સંસારમાં જેમ પહેલું લોકશાસન પ્રવર્તાવ્યું, તેમ આ આત્મશાસન પ્રવર્તાવી મનુષ્યને તમામ જીવો પ્રતિ માયાળુ, વ્યવહારમાં નમ્ર ને આચારમાં વિવેકી બનાવ્યો છે. આપે મનુષ્યોને પાપમાંથી તારવા નવું તીર્થ બનાવ્યું. આપ આદિ તીર્થનાથ પણ બન્યા. પુંડરીક ને બ્રાહ્મી અનગાર બની આપનું શાસન પ્રવર્તાવશે. હું ને સુંદરી આગારી – ગૃહસ્થી રહી પ્રવર્તાવીશું. आदिमं पृथ्वीनाथ-मादिमं निष्परिग्रहम्। आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः ।। “તથાસ્તુ.” ભગવાને ધ્યાનમાં ફરમાવ્યું. ભરતદેવનો આ વર્તાવ સુંદરીને ન રુચ્યો. અપ્રગટપણે પોતાના માટે નવું શાસન સ્વીકારવાનો ભરતનો નિષેધ એ પરખી ગઈ. આયુધશાળામાં પ્રગટ થયેલા ચક્રરત્નને વધાવવા જતા ભરતદેવના હાથીની ઘંટા રણઝણી ઊઠી. સુંદરીએ એમાં માયા-મોહના પડછંદા સાંભળ્યા. રે ભરત ! ૩૦૮ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330