Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 322
________________ ઉદ્યાનમાં પધાર્યા છે. જંગલને મંગલ બનાવનાર પ્રભુ વટવૃક્ષ નીચે બિરાજ્યા છે. કહેવાય છે કે જે જ્ઞાન માટે તેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો, એ એમને પ્રાપ્ત થયું છે. ને અયોધ્યાના ત્યાગ વખતે સ્વીકારેલું મૌન તોડીને આજે સ્વામી સ્વમુખે ઉપદેશ આપવાના છે. શું દિવ્ય જ્યોતિ છે ?” “ધન્ય, ધન્ય ! માતાજી, પૃથ્વીનાથ પધાર્યા છે, ચાલો દર્શને !” “બેટા, તૈયાર છું. પણ મારી આંખો, આ પડળ !” મરુદેવાએ જોરથી આંખોને ખેંચતાં કહ્યું. અદ્ભુત જ્યોતિને નીરખવા આ આંખો વ્યર્થ છે, ત્યાં તો અંતરની જ્યોતિની જરૂર છે.” ને ભરતરાજ તૈયાર થવા ઊડ્યા. એ જ વખતે શમક નામના પ્રતિહારીએ પ્રવેશ કર્યો, ને ઉચ્ચ સ્વરે ઘોષ કરતાં કહ્યું : જય હો મહારાજ ભરતદેવનો ! સેનાપતિ સુષેણે કહાવ્યું છે, કે ચક્રવર્તીત્વની સાધના માટેના અંતિમ અસ્ત્ર – ચક્રરત્નની પ્રાપ્તિ થઈ ચૂકી છે. શોધ સંપૂર્ણ થઈ છે. સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ચક્રના પ્રત્યેક આરા સૂર્યનાં સહસ્ર કિરણની જેમ પ્રકાશી ઊઠ્યા છે. મહારાજ આજ અવિજેય બન્યા છે. જલદી ચક્રરત્નની પૂજા માટે પધારો.” ભરતરાજ એક ક્ષણ થંભી ગયા. એક તરફ પિતાજીના આગમનનો વૃત્તાંત, બીજી તરફ ચક્રરત્નની સિદ્ધિના વર્તમાન ! પહેલી પૂજા કોની કરવી ? મન એક ક્ષણ દુવિધામાં રમી ગયું. બીજી જ ક્ષણે નિર્ણય કર્યો કે અરે, ક્યાં વિશ્વવત્સલ પિતાજી ને ક્યાં આ વિશ્વ પર ભયકારી ચક્રરત્ન ? પ્રથમ પૂજા પિતાજીની જ હોય ! સર્વશ્રેષ્ઠ રાજહસ્તી અંબાડી સાથે તૈયાર હતો. માતા મરુદેવા પણ જલદી જલદી આવીને બેસી ગયાં હતાં. ભરતરાજના આગમનની સાથે હાથી ચાલી નીકળ્યો. આ વેળા આખું નગર ઘરબાર છોડીને ઉદ્યાન તરફ વહી રહ્યું હતું. માર્ગમાં વાત કરનાર કોઈ નવરું નહોતું. રાજહસ્તી પર બેઠેલાં માતા ઝંખવાયેલી આંખોના દીવડા સતેજ કરી કરીને દૂર દૂર જોતાં હતાં, ને વારંવાર કહેતાં હતાં : “ભરત, વૃષભ દેખાય એટલે મને કહેજે !” મારો વૃષભ ૩૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330